Publish Date: Wed, 05 May 2021 (15:50 IST)
Updated Date: Wed, 05 May 2021 (15:52 IST)
વેટ લૉસ કરવાની સાથે શરીરને ડિટૉક્સ કરવા માટે અઠવાડિયામાંવ એક વાર હળવુ ભોજન જરૂર ખાવુ જોઈએ. ખિચડી સૌથી લાઈટ ફૂડ ગણાય છે.
3 કપ ચોખા
1/3 મગ દાળ
1/2 કપ પાણી
1/4 ટીસ્પૂન હળદર
મીઠુ સ્વાદપ્રમાને
4-5 કળી લસણ
1/4 ટીસ્પૂન રાઈ
1/2 ટીસ્પૂન જીરું
1/2 લાલ મરચાં
1 ટી સ્પૂન તેલ
સૌથી પહેલા દાળ અને ચોખાને ધોઈને સાફ કરી લો. મધ્યમ તાપ પર પ્રેશર કૂકરમાં દાળ, ચોખા, હળદર પાઉડર, મીઠુ અને પાણી નાખી 4 સીટી આવતા સુધી રાંધો. આ વચ્ચે મધ્યમ તાપ પર પેનમાં તેલ ગરમ કરવા મૂકો. કૂકરનો પ્રેશર ખત્મ થયા પછી ઢાંકણુ ખોલીને ખિચડીને વાસણથી કાઢી લો. હવે મધ્યમ તાપમાં એક તડકો પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું સંતાડો પછી લસણ હળવુ સંતાળી તેમાં લીમડો અને લાલ મરચા નાખી હળવુ સંતાડો. વધારને ખિચડી પર નાખી મિક્સ કરો. તૈયાર છે ગુજરાતી ખિચડી.