Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાઠીયાવાડી દહીં તીખારી બનાવવાની રીત

Kathiawadi Dahi Tikhari

કાઠીયાવાડી દહીં તીખારી એક સ્વાદિષ્ટ અને મસાલેદાર સાઇડ ડિશ છે, જે ભાખરી, બાજરાના રોટલા અથવા ખીચડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

સામગ્રી

1 કપ ખાટું દહીં
2 લીલા મરચાં (બારીક સમારેલા)
4-5 લસણની કળીઓ (વાટેલી)
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચોથાઈ  ચમચી હળદર
અડધી ચમચી જીરું
એક ચપટી હીંગ
1 ચમચી તેલ અથવા ઘી
મીઠું સ્વાદ મુજબ
લીલા ધાણા સજાવટ માટે
ALSO READ: મસાલેદાર સરગવાનુ શાક

બનાવવાની રીત

એક વાસણમાં દહીંને સારી રીતે ફેન્ટી લો.
તેમાં મીઠું, લાલ મરચું અને હળદર ઉમેરી મિક્સ કરો.
કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો.
તેમાં જીરું નાખી તડકાવો.
ત્યારબાદ હીંગ, લીલા મરચાં અને વાટેલું લસણ ઉમેરી હળવું સાંતળો.
હવે ગેસ ધીમો રાખીને તૈયાર કરેલું દહીં ઉમેરો.
સતત હલાવતા રહો જેથી દહીં ફાટે નહીં.
2-3 મિનિટ સુધી ઉકળવા દો અને પછી ગેસ બંધ કરી દો.
ઉપરથી લીલા ધાણા ભભરાવી પીરસો.
પીરસવાની સલાહ
 
ગરમાગરમ કાઠીયાવાડી દહીં તીખારીને બાજરાના રોટલા, લસણની ચટણી અને ગોળ સાથે પીરસશો તો અસલી કાઠીયાવાડી સ્વાદ મળશે.
 
ટિપ: વધુ તીખાશ માટે સુકા લાલ મરચાંનો વઘાર પણ કરી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૂતા પહેલા મીઠાના પાણીથી મોં કોગળા કરવાથી શું થાય છે? તેના ફાયદા અને ઉપયોગની યોગ્ય વિધિ વિશે જાણો.