સામગ્રી
- 2 કપ લોટ
- મીઠું સ્વાદ મુજબ
- 2 ચમચી તેલ (મોયણ માટે)
- જરૂર મુજબ પાણી
પૂરણ માટે
3 થી 5 બાફેલા બટાકા
1 કપ લીલા વટાણા બાફેલા અથવા ફ્રોજન
-1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- મીઠું
- 1 ચમચી ગરમ મસાલો
- 2 ચમચી લીંબુનો રસ
- ડીપ ફ્રાઈંગ માટે તેલ
સર્વ કરવા
1 ચમચી લસણની ચટણી
2 ચમચી લીલી ચટણી
2 ચમચી ખજૂર આમલીની ચટણી
1 ચમચી બારીક સમારેલી ડુંગળી
2 - 3 ચમચી પીનટ મસાલા મગફળી
2 - 3 ચમચી સેવ
2 ચમચી બારીક સમારેલી કોથમીર
1 ચમચી આદુ મરચાની પેસ્ટ
બનાવવાની રીત
લોટ માટે
એક વાસણમાં મેંદાનો લોટ નાખી તેમાં મીઠ તેલ નાખો
લોટને પાણી નાખી સારી રીતે બાંધી લો
કઠણ લોટ તૈયાર કરી લો
લોટને ઢાંકીને 20 મિનિટ માટે મૂકો
પૂરણ માટે
- બાફેલા બટેકાને મિક્સિંગ બાઉલમાં લો અને સારી રીતે મેશ કરી લો.
- - હવે એક પેન માં તેલ લઈ,તેલ ગરમ થાય એટલે.તેમાં આદુ મરચાની પેસ્ટ, હળદર,મરચું,ગરમ મસાલો,ચાટ મસાલો અને ગરમ મસાલો ઉમેરી હલાવો
- 2 મિનિટ પછી તેમાં બટેકાનુ મિશ્રણ નાખો. પછી તેમાં લીંબુ નાખી તાપ બંધ કરી દો.
- હવે લોટમાંથી નાનો લુઆ કરી રોટલી વણી તેમાં ૨ ચમચી પુરાણ નાખવુ.
- ઘૂઘરા ના મોલ્ડ માં નાખી ઘૂઘરા તૈયાર કરવા.
- ઘૂઘરા ને ગોલ્ડન બ્રાઉન તળી લો.
- સર્વિંગ પ્લેટ મસાલા,સેવ,ડુંગળી,લસણ તેમજ ખજૂર ની ચટણી સાથે પીરસો. માં લઇ કોથમીર નાખી સર્વ કરવા