Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Healthy Breakfast - પનીર સેન્ડવીચ રેસીપી

paneer sandwich
, ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (00:02 IST)
રોજ કંઇક અલગ શું બનાવવું, આ પણ એક મોટી સમસ્યા છે, જેના કારણે ઘરેલુ મહિલાઓ રોજેરોજ સંઘર્ષ કરે છે. બીજી તરફ જો બાળકોની વાત કરીએ તો તેમના ખાવા-પીવાની વ્યથા એટલી બધી હોય છે કે તેમના માટે ટેસ્ટ અને હેલ્થનું કોમ્બિનેશન કેવી રીતે તૈયાર કરવું તે ઘણી વખત સમજાતું નથી. જો તમારા ઘરના બાળકો ખાવા-પીવામાં આનાકાની કરતા હોય તો તમે તેમના માટે પનીર સેન્ડવિચ ટ્રાય કરી શકો છો.
 
પનીર સેન્ડવીચ બનાવવા માટે સૌપ્રથમ એક તપેલી લો અને તેમાં તેલ ઉમેરો અને તેને ગરમ થવા દો. તેલ ગરમ થાય પછી તેમાં સૌપ્રથમ જીરું ઉમેરો અને પછી બારીક સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળીને મધ્યમ આંચ પર સોનેરી થાય ત્યાં સુધી તળો. આ પછી તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખીને એક મિનિટ પકાવો. પછી તેમાં બારીક સમારેલા ટામેટાં ઉમેરો. આ પછી તેમાં એક ચપટી હળદર, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો વગેરે ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
 
જ્યારે આ મસાલો સારી રીતે રંધાઈ જાય ત્યારે તેમાં છીણેલું પનીર ઉમેરો. પનીર નાખ્યા પછી ગેસ ધીમો રાખો અને તેનું પાણી સુકવી લો અને બધું બરાબર મિક્ષ કરી લો. આ પછી કોથમીરથી ગાર્નિશ કરો.
 
જ્યારે આ મસાલા સારી રીતે શેકાઈ જાય તો તેમાં છીણેલું પનીર ઉમેરો. પનીર નાખ્યા પછી ગેસ ધીમો રાખો અને તેનું પાણી સુકવી લો અને બધું બરાબર મિક્ષ કરી લો. આ પછી કોથમીરથી ગાર્નિશ કરો.
 
સૂચન
જો તમે ઈચ્છો તો આ સેન્ડવીચના સ્ટફિંગમાં તમે કેટલાક બાફેલા બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય સ્લાઈસ પર સ્ટફિંગ ફેલાવ્યા પછી તમે થોડું ચીઝ છીણી શકો છો. આ રીતે બાળકો માટે ટેસ્ટી અને હેલ્ધી સેન્ડવીચ અલગ અલગ રીતે બનાવી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Alcohol addiction- દારૂ છોડવા માટે 5 રામબાણ ઇલાજ