Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરીનું ગળ્યુ અથાણું

કલ્યાણી દેશમુખ
સામગ્રી  : 2 કિલો કેરી ,150 ગ્રામ મીઠું, 150 ગ્રામ લાલ મરચુ, ત્રણ ચમચી હળદર, 3 મોટી ચમચી રાઈના કુરિયા, 4 મોટી ચમચી સરસિયા ની દાળ 4 ચમચી મેથીના કુરિયા, 2 મોટી ચમચી વરીયાળી, 100 ગ્રામ ખારેક, 1ચમચી હિંગ 1 કિલો તેલ (મગફળીનુ કે સરસિયાનુ). સ્વાદ પ્રમાણે મીઠું, 200 ગ્રામ ગોળ.

 
બનાવવાની રીત   : કેરીને સાફ કરી તેના એક સરખા ટુકડાં કરો. તેને હળદર અને મીઠું લગાવી છાંયામાં સુકવી લો, રાઈ, સરસો, મેથીના કુરિયા ને શેકી  લો, વરીયાળી ખાંડી લો. ખારેક ને તોડીને તેમાંથી બીજ કાઢી લો અંને તેના એક સરખા લાંબા ટુકડા કરો.

સૌ પ્રથમ 500 ગ્રામ તેલ ને ખૂબ તપાવો, તેમાંથી ઘુમાડો નીકળે ત્યારે ઉતારી લો સાધારણ ઠંડુ પડવા દો (વઘુ કડક તેલમાં મસાલો નાખવાથી મસાલો બળી શકે છે.) પછી તેમાં લાલ મરચા સિવાય બધા મસાલા અને ગોળને કાપીને નાખો. બે મિનિટ પછી લાલ મરચુ નાખો. સારી રીતે હલાવો, પછી તેમાં કેરીના કટકા નાખીને સારી રીતે હલાવો જેથી કરીને બધી ચીરીઓમાં મસાલો બરાબર લાગી જાય અને  ઠંડુ થયા પછી તેમાં અથાણું ડૂબે તેટલું તેલ નાખી બરણીમાં ભરી લો . ચાર પાંચ દિવસ પછી ખાવાના ઉપયોગમાં લો.

( ગોળ વગરનું  તીખુ અથાણુ પણ સ્વાદિષ્ટ લાગે છે. અથાણાને લાંબા સમય માટે રાખવુ હોય તો તેમાં તપાવીને ઠંડુ કરેલુ તેલ મસાલો ડૂબેલો રહે તેટલુ હોવુ જ જોઈએ.)

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

Christmas 2024: 25 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ ડે, આ છે જાણો તેના પાછળનો ઈતિહાસ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Show comments