Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેરીનું ગળ્યુ અથાણું

કેરીનું ગળ્યુ અથાણું

કલ્યાણી દેશમુખ

સામગ્રી : 2 કિલો કેરી ,150 ગ્રામ મીઠું, 150 ગ્રામ લાલ મરચુ, ત્રણ ચમચી હળદર, 3 મોટી ચમચી રાઈના કુરિયા, 4 મોટી ચમચી સરસિયા ની દાળ 4 ચમચી મેથીના કુરિયા, 2 મોટી ચમચી વરીયાળી, 100 ગ્રામ ખારેક, 1ચમચી હિંગ 1 કિલો તેલ (મગફળીનુ કે સરસિયાનુ). સ્વાદ પ્રમાણે મીઠું, 200 ગ્રામ ગોળ.

 
બનાવવાની રીત  : કેરીને સાફ કરી તેના એક સરખા ટુકડાં કરો. તેને હળદર અને મીઠું લગાવી છાંયામાં સુકવી લો, રાઈ, સરસો, મેથીના કુરિયા ને શેકી લો, વરીયાળી ખાંડી લો. ખારેક ને તોડીને તેમાંથી બીજ કાઢી લો અંને તેના એક સરખા લાંબા ટુકડા કરો.

સૌ પ્રથમ 500 ગ્રામ તેલ ને ખૂબ તપાવો, તેમાંથી ઘુમાડો નીકળે ત્યારે ઉતારી લો સાધારણ ઠંડુ પડવા દો (વઘુ કડક તેલમાં મસાલો નાખવાથી મસાલો બળી શકે છે.) પછી તેમાં લાલ મરચા સિવાય બધા મસાલા અને ગોળને કાપીને નાખો. બે મિનિટ પછી લાલ મરચુ નાખો. સારી રીતે હલાવો, પછી તેમાં કેરીના કટકા નાખીને સારી રીતે હલાવો જેથી કરીને બધી ચીરીઓમાં મસાલો બરાબર લાગી જાય અને  ઠંડુ થયા પછી તેમાં અથાણું ડૂબે તેટલું તેલ નાખી બરણીમાં ભરી લો . ચાર પાંચ દિવસ પછી ખાવાના ઉપયોગમાં લો.

(ગોળ વગરનું  તીખુ અથાણુ પણ સ્વાદિષ્ટ લાગે છે. અથાણાને લાંબા સમય માટે રાખવુ હોય તો તેમાં તપાવીને ઠંડુ કરેલુ તેલ મસાલો ડૂબેલો રહે તેટલુ હોવુ જ જોઈએ.)

Share this Story:

Follow Webdunia gujarati