સામગ્રી - પ૦ ગ્રામ છોલે (કાબુલી ચણા), ૧પ૦ ગ્રામ ચોખા, એક ચમચો આદું-મરચાં ની પેસ્ટ, એક ચમચી ધાણા જીરૂ પાઉડર, અડધો ચમચી રાઈ, અડધો ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, વધાર માટે તેલ, હીંગ, તજ, લવિંગ, મરી, તમાલપત્ર, સજાવટ માટે લીલાં ધાણાં, લીલુ કોપરૂ.
બનાવવાની રીત - છોલે ચણાં ને પાંચ થી છ કલાક પહેલાં પલાળી મૂકો, ચોખાં ને અડધો કલાક પહેલા પલાળી મૂકો, પલાળેલા ચણાને બાફી લો. હવે વધાર માટે બે ચમચી તેલ કઢાઈમાં નાખો, તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, હીંગ, તજ, લવિંગ, મરી, તમાલપત્ર અને આદું-મરચાંની પેસ્ટ નાખી થોડી વાર સાંતળી લો, ત્યારબાદ તેમાં મીઠું, હળદર અને પલાળેલા ચોખા અને બાફેલા ચણા નાખી કૂકરમાં એક સીટી વગાડી લો. છીણેલુ કોપરૂ અને સમારેલાં ધાણાંથી સજાવીને ગરમા ગરમ સર્વ કરો.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.
અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય....
વધુ વાંચો