Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાલૂશાહી ની રેસીપી

Webdunia
ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (16:18 IST)
Balushahi recipe- સામગ્રી - 250 ગ્રામ મેંદો, અડધો કપ દહીં, નાની ચમચી મીઠુ, અડધી ચમચી ઈલાયચીનો પાઉડર, સજાવવા માટે કતરેલી બદામ, મગજતરીના બીજ, તથા ચાંદીની વર્ક, તળવા માટે અને મોણ માટે ધી.
 
રીત - મેંદામાં મીઠું ભેળવીને ચાળી લો. તેમાં 50 ગ્રામ ધી અને અડધો કપ દહી નાખીને લોટ બાંધી લો. આ લોટની નાના નાના લૂઆ બનાવી લો. દરેક લૂઆને થોડા ચપટા કરીને વચ્ચેથી અંગૂઠા વડે દબાવી દો. એક કડાહીમાં ધી ગરમ કરો.
 
બાલૂશાહીને એકદમ ધીમાં તાપે હલકી બદામી થાય ત્યાં સુધી તળી લો. હવે ખાંડની એક તારી ચાસણી બનાવી લો. તેમાં ઈલાયચી પાવડર ભેળવો અને બાલૂશાહી નાખી દો.
 
અડધા કલાક પછી તેને ચાસણીમાંથી કાઢી ચારણી પર મૂકો જેથી કરીને વધારાની ચાસણી નીતરી જાય. લો તૈયાર છે
બાલૂશાહી. હવે તેને ચાંદીની વર્ક અને સૂકામેવાથી સજાવીને પરોસો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments