Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મેઇક ઇન ઇન્ડિયાને સાકાર કરવા મેઇડ ઇન ગુજરાતને પ્રોત્સાહન અપાશે

મેઇક ઇન ઇન્ડિયાને સાકાર કરવા મેઇડ ઇન ગુજરાતને પ્રોત્સાહન અપાશે
, શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (12:35 IST)
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દૂરંદેશી દાખવીને ગુજરાતને રોલ મોડેલ બનાવ્યું છે અને પર્યાવરણ મિત્ર સમતોલ વિકાસની બાબતમાં આજે વિશ્વની નજર ગુજરાત પર છે. ગુજરાતમાં ડિફેન્સ અને એરો સ્પેસ સંબંધિત ઉદ્યોગોની સ્થાપનાને વેગ મળે તે માટે નીકટ ભવિષ્યમા રાજ્ય સરકાર તેને લગતી નીતિ બનાવશે અને આ વિકાસના બંને ક્ષેત્રોમાં એમએસએમઇની સહભાગીદારી સુનિશ્ચિત કરશે એમ તેમણે ઉમેયુ હતુ.
webdunia

પ્રધાનમંત્રીશ્રીના મેઇક ઇન ઇન્ડિયાના સૂત્રને સાકાર કરવા ગુજરાત મેઇક ઇન ગુજરાતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરાના નવલખી મેદાન પર એમએસએમઇના વિકાસને કેન્દ્રમાં રાખીને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ યોજેલા ગ્લોબલ ટ્રેડ શો-વાઇબ્રન્ટ વીસીસીઆઇ-૨૦૧૬નો શુભારંભ કરાવ્યો હતો. વીસીસીઆઇ આયોજિત આ દસમા મહા ઔદ્યોગિક પ્રદર્શનમાં વિશ્વના સાત જેટલા દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે અને દેશ વિદેશના વ્યાપાર-ઉદ્યોગના પ્રતિષ્ઠિત એકમોએ ૭૦૦ જેટલા સ્ટોલ્સ લગાવ્યા છે. 
webdunia

વીસીસીઆઇ ગ્લોબલ ટ્રેડ શો-૨૦૧૬માં ભાગ લઈ રહેલા વિશ્વના સાત દેશોના પ્રતિનિધિઓનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સન્માન કર્યુ હતું. ગુજરાતમાં એમએસએમઇના ૨૦ લાખથી વધુ એકમો છે અને તેમના વિકાસની બાબતમાં ગુજરાત દેશમાં નંબર એક છે એવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રી્રીએ જણાવ્યુ કે, ગુજરાતના એમએસએમઇ એક કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે.  મોટા ઉદ્યોગો કરતા વધુ રોજગારી આ સેકટર આપે છે. વ્યાપાર-ઉદ્યોગ સ્થાપનાની સાહસિકતા ગુજરાતના લોહીમાં વણાયેલી છે અને ગુજરાતીઓએ પોતે સ્વાવલંબી બનવાની સાથે, વિશ્વભરમાં વ્યાપર-ઉદ્યોગ શરૂ કરીને લોકોને રોજગારી આપી છે.
webdunia

ગુજરાતે  મેઇક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ સહિતના દેશ બદલનારા આયોજનો સાથે રાજ્યના એમએસએમઇ સહિતના ઉદ્યોગોને જોડ્યા છે અને ૧૭ થી ૧૮ જેટલી સમતોલ ઔદ્યોગિક વિકાસને લગતી પ્રોત્સાહક નીતિઓ અમલમાં મૂકી છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એમએસએમઇના વિકાસ તેમજ જીએસટી અમલીકરણમાં માર્ગદર્શક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે. વાઇબ્રન્ટ સમિટમાં ૧૨ જેટલા દેશો સહભાગી બનવાના છે અને ૧૧૦ જેટલા દેશોના પ્રતિનિધિ મંડળો ગુજરાતમાં મૂડીરોકાણની સુવિધા અને ગુજરાતમાં ઉત્પાદન કરીને જગતના દેશોમાં નિકાસની તકોનો વિનિયોગ કરવા વાઇબ્રન્ટ સમિટની મુલાકાત લેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના વેપારીઓમાં સ્વાઈપ મશીનની માંગ વધી