Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજીમાં ત્રણ દિવસમાં એક કરોડનું દાન મળ્યું, હજી આંકડો વધવાની શકયતાઓ

Webdunia
બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (13:13 IST)
ગુજરાતના વિશ્વમાં સુપ્રસિદ્ધ થયેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં હાલમાં ભાદરવી પૂનમના મેળાની ઉજવણી ચાલી રહી છે. અંબાજીમાં અત્યાર સુધીમાં 20 લાખથી વધુ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે અને અમદાવાદ તથા ગોધરાથી 52 તથા 104 ગજની ધજા પણ મા અંબાને અર્પણ કરવામાં આવી છે. આ મેળામાં શાંતિ અને સૌહાર્દની ભાવના પણ જોવા મળી છે. સાબરકાંઠાંમાં મુસ્લિમ બિરાદરોએ પગપાળા ચાલીને જતા માઈ ભક્તોને ભોજન પીરસીને એક અનોખી કોમી એકતાનો દાખલો બેસાડ્યો હતો. ત્યારે  અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળામા દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો માં અંબાના ચરણોમાં યથાશક્તિ દાન કરી રહ્યાં છે. ત્યારે મેળાના ત્રીજા દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને મળતા દાન ભંડારાની ગણતરી કરવામાં આવી. જેમાં ત્રણ દિવસમાં અંબાજી મંદિર ટ્રસ્ટને આશરે એક કરોડનુ દાન મળ્યું છે. ભંડારાની ગણતરી 16 જેટલા સીસીટીવી કેમરા હેઠળ કરવામાં આવી હતી. ત્યારે બાકી રહેલા દિવસોમાં આ આંકડો વધે તેવી શક્યતા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતના ડાંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આદિવાસીઓને મોટી ભેટ, કરોડો રૂપિયાના 37 વિકાસ કામોનું લોકાર્પણ.

મહારાષ્ટ્રના હિંગોલીમાં અમિત શાહના હેલિકોપ્ટરનું ચેકિંગ કરવામાં આવ્યું હતું

મુંબઈ મેટ્રો સ્ટેશનના ભોંયરામાં આગ લાગી, ટ્રેન સેવા બંધ

દરિયામાંથી ફરીથી ડ્રગ્સનો કેશ ઝડપાયો, ગુજરાતના પોરબંદરમાં 700 કિલો ડ્રગ્સ ઝડપાયું.

હોમગાર્ડે વ્હાટ્સએપ પર આપી દીધા ત્રિપલ તલાક... પત્નીએ અમદાવામાં નોધાવી FIR

આગળનો લેખ
Show comments