નોટબંધીનો આજે 17મો દિવસ છે. વિપક્ષી દળ ઈચ્છે છે કે સરકાર આ નિર્ણયને પરત લે જ્યારે કે પીએમ નરેન્દ્ર મોદીનુ કહેવુ છે કે જનતા તેમની સાથે છે. તે પોતાનો નિર્ણય પરત નહી લે. બીજી બાજુ લોકસભા અને રાજ્યસભામાં આજે પણ જોરદાર હંગામો થયો. રાજ્યસભામાં વિપક્ષી સભ્યોએ પીએમ બોલાવવાની માંગ સાથે ફરી હંગામો કર્યો. વિપક્ષી દળોએ પીએમ પાસે પોતાન નિવેદન પર માફી માંગવાની માંગ કરી જેમા પીએમે કહ્યુ હતુ કે વિપક્ષને અમારી તૈયારી સામે વાંધો નથી પણ નોટબંધી એલાને તેમને તૈયારી કરવાની તક ન આપી તેથી તેઓ ભડક્યા છે. કોંગ્રેસના ગુલાબ નબી આઝાદે કહ્યુ કે સત્તા પક્ષના લોકો વિપક્ષ પર સંસદના ડિરેલ કરવાનો આરોપ લગાવી રહ્યા છે પણ સરકારે દેશને જ ડિરેલ કરી દીધુ. બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યુ કે જો પ્રધાનમંત્રીની નિયત સારી છે તો તેઓ સંસદથી દૂર કેમ ભાગી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ કે મુદ્દો એ નથી કે સરકારે પૂરી તૈયારી નહોતી કરી. પીડા એ છે કે સરકારે તૈયારી કરવાનો તેમને સમય ન આપ્યો. 72 કલાક પણ તૈયારી માટે મળી જતા તો બોલતા મોદી જેવા કોઈ નહી..
ઉલ્લેખનીય છે કે આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે નોટબંધીનો વિરોધ આમ આદમી નહી પણ તે લોકો કરી રહ્યા છે જેમણે સંવિધાનનો દુરુપયોગ કરીને દેશને ભ્રષ્ટાચારમાં ડૂબાડી દીધુ. મોદીએ લોકસભા સચિવાલય તરફથી સંવિધાન પર લખેલ બે પુસ્તકોનુ સંસસ ભવન પરિસરમાં વિમોચન કર્યા પછી હાજર સમુહને સંબોધિત કરતા કહ્યુ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી અહેલ દેશનો સામાન્ય માણસ નોટબંધી સાથે છે. નોટબંધીને લઈને તેમને સંસદની અંદર અને બહાર ઘેરી રહેલ વિપક્ષી દલોને નિશાન પર લેતા મોદીએ કહ્યુ કે આનો વિરોધ એ માટે નથી થઈ રહ્યો કે આ કોઈપણ જાતની તૈયારી વગર નિર્ણય લેવાયો પણ એટલા માટે વિરોધ થઈ રહ્યો છે કે તેમને તૈયારી કરવાનો સમય ન મળ્યો.