Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઝીરો બજેટમાં હેલ્થ ઈંશ્યોરેંસ આપે છે યોગ - નરેન્દ્ર મોદી

ઝીરો બજેટમાં હેલ્થ ઈંશ્યોરેંસ આપે છે યોગ - નરેન્દ્ર મોદી
, મંગળવાર, 21 જૂન 2016 (11:01 IST)
બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદી આજે ચંડીગઢના કેપિટલ કોમ્પ્લેક્સમાં લગભગ  32 હજાર લોકો એકસાથે હાજર રહ્યા. પીએમ સાથે પંજાબના સીએમ પ્રકાશ સિંહ બાદલ પણ હાજર હતા. 
 
આ અવસર પર પીએમ મોદીએ કહ્યુ કે શૂન્ય બજેટમાં કોઈ સ્વાસ્થ્ય વીમા નથી મળતો, પણ યોગ શૂન્ય બજેટમાં સ્વાસ્થ્ય આશ્વાસન આપે છે. ભારત જેવો વિકાસશીલ દેશ જો સ્વાસ્થ્ય નિવારક દેખરેખ પર ધ્યાન આપે, તો આપણે ખૂબ બચત કરી શકીએ છીએ. જેમા યોગ સૌથી કિફાયતી અને સુગમ છે. તેથી યોગને આપણા જીવનનો ભાગ બનવો જરૂરી છે. 
 
વિશ્વભરના આજે બીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંડીગઢમાં 30,000થી વધુ લોકોની સાથે યોગ કર્યા હતા. અહી તેમણે જાહેરાત કરી હતી કે, આવતા વર્ષથી યોગ માટે કામ કરનાર લોકોને સન્માનિત કરવામાં આવશે. પીએમએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર બે યોગ એવોર્ડ આપવાનુ એલાન કર્યુ હતુ.
webdunia
   પોતાના સંબોધનમાં યોગના મહત્વ ઉપર ભાર મુકતા વડાપ્રધાને કહ્યુ હતુ કે, આ માત્ર એક ક્રિયા નથી પરંતુ શરીરને સ્વસ્થ રાખવાની વિધિ છે. તેમણે કહ્યુ હતુ કે, યોગ મેળવવાનુ નહી પરંતુ મુકિતનો માર્ગ છે. તેમણે કહ્યુ હતુ કે, યોગ વિશ્વમાં વધુને વધુ લોકપ્રિય બનાવવો જોઇએ. તેમણે કહ્યુ હતુ કે, યોગ નાસ્તિક અને આસ્તિક એમ બંને માટે છે. એ ગરીબ માટે પણ છે અને અમીર માટે પણ છે. આ એક જીવનનો વિમો છે જે શુન્ય બજેટ પર થાય છે. યોગને જીવન સાથે જોડવુ જરૂરી છે. તેમણે લોકોને કહ્યુ હતુ કે, યોગને જીવનનો હિસ્સો બનાવવો જોઇએ. યોગ ઝીરો બજેટમાં હેલ્થ ઇન્સ્યુરન્સ આપે છે. તેમણે કહ્યુ હતુ કે, આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. દેશના ખુણે-ખુણે યોગના કાર્યક્રમો થઇ રહ્યા છે અને સમાજના દરેક વર્ગનું સમર્થન મળ્યુ છે. યોગ મુકિતનો માર્ગ તો છે જ પણ સાથે સાથે યોગ જીવન અનુશાસનનું અનુષ્ઠાન પણ છે.
 
   વડાપ્રધાને કહ્યુ હતુ કે, દુનિયામાં યોગ ટ્રેનરનું માંગ વધી રહી છે. યોગ વિશ્વમાં આર્થિક કારોબારને વધારી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, યોગ આપણા પુર્વજોની વિરાસત અને યોગ ઝીરો બજેટમાં હેલ્થ ઇન્સ્યુરન્સ આપે છે. દેશમાં ડાયાબીટીસની સંખ્યા વધી રહી છે અને યોગથી ડાયાબીટીસ ઉપર કંટ્રોલ સંભવ છે. યોગને જીંદગીનો હિસ્સો બનાવો જોઇએ. મોબાઇલ ફોન જીંદગીનું એક અંગ બની ગયુ છે તેમ યોગને પણ જીંદગીનું એક અંગ બનાવવુ જોઇએ. યોગ દિવસ એક જન આંદોલન બની ગયુ છે. યોગથી મન કાબુમાં રહે છે અને શરીર સ્વસ્થ રહે છે. શિસ્તપુર્વક જીંદગી જીવવા માટે યોગ જરૂરી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનમાં વેચાઈ રહી છે 'ૐ' લખેલી ચપ્પલ, હિન્દુઓમાં નારાજગી