ઓપરેશન સમયે બેહોશીનુ Injection લગાવતા પહેલા ડોક્ટરે પુછ્યુ - તમારી વય શુ છે ?
મહિલા બોલી - 28 વર્ષ
ડો. એ કહ્યુ - તમને વિશ્વાસ છે ને કે તમારી વય એ જ છે. મને તમારી વયના મુજબ Injection નો ડોઝ આપવાનો છે.
મહિલા - 32 વર્ષ
ડો.એ ફરી પુછ્યુ - જોઈ લો, જો દવાઓ ઓછી કે વધુ થઈ ગઈ તો તેની સીધી અસર કિડની પર થઈ શકે છે અને કિડની ફેલ પણ થઈ શકે છે.
મહિલા - સારુ 38 વર્ષ
ડો.એ ફરી કહ્યુ - વિચારી લો દવાઓની ખોટી માત્રાને કારણે તમે ઓપેશન દરમિયાન જ હોશમાં આવી શકો છો કે પછી કોમામાં જઈ શકો છો.
મહિલા ચીસ પાડીને બોલી - 49 વર્ષ
અને હવે ઓપરેશન થિયેટરમાંથી મારી લાશ જ કેમ ન બહાર આવે.
હવે આનાથી વધુ વય નહી વધારુ..