baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મ્યાનમારમાં સેનાની ક્રુરતા : ભૂકંપ પીડિતો ઉપર બોમ્બ વરસાવ્યા

મ્યાનમારમાં સેનાની ક્રુરતા
, રવિવાર, 30 માર્ચ 2025 (14:02 IST)
મ્યાનમારના સૈન્યશાસને દેશમાં આવેલા ભૂકંપ છતાં લોકશાહીસમર્થક વિદ્રોહી જૂથો પર હવાઈ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ આનો સંપૂર્ણપણે 'અસ્વીકાર' કર્યો છે.
 
 આ હુમલામાં સાત લોકોનાં મૃત્યુ થયાંની વાતની પુષ્ટિ કરી છે. ભૂકંપની ઘટનાના માત્ર કલાક બાદ જ સૈન્યે હુમલા શરૂ કરી દીધા હતા.
 
સૈન્યશાસને આ હુમલા ભૂકંપના કેન્દ્ર સાગાઇંગની ચાંગ-યૂ-ટાઉનશિપ સહિત અન્ય સ્થળોએ કર્યા છે. એવા સમાચાર છે કે સૈન્યશાસને મ્યાનમાર-થાઇલૅન્ડ બૉર્ડર પાસેની જગ્યાઓએ પણ હુમલા કર્યા છે.
 
તેમજ, મ્યાનમારની મિલિટરી કાઉન્સિલે જણાવ્યું છે કે ભૂકંપમાં મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 1644 થઈ ગઈ છે.
 
સૈન્યનેતાઓએ જણાવ્યું કે ભૂકંપથી ઈજાગ્રસ્તોનો આંકડો વધીને 3,408 સુધી પહોંચી ગયો છે અને 139 લોકો હજુ પણ ગુમ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુતિનની 3 કરોડની કારમાં વિસ્ફોટ, રશિયામાં અંધાધૂંધી,