લંડનમાં આતંકવાદી હુમલાના સમાચાર આવી રહ્યાં છે.આતંકી ઘટના લંડન બ્રિજ પર બની હતી. જ્યાં સફેદ રંગની વેને બ્રિજ પર ચાલતા લોકોને અડફેટે લીધા. જેમાં પાંચ જેટલા લોકો કચડાઈ ગયા હતા. આ ઘટનામાં 6ના મોત થયા હતા. અને આ ઘટનાની જવાબદારી ISISએ સ્વીકારી હતી.
જ્યારે કેટલીક જગ્યાએ 7-8 લોકોના મોતના સમાચાર પણ છે. બ્રિટનના વડાપ્રધાન ટેરીજા મે એ કહ્યું કે આ હુમલાને આતંકવાદી ગતિવિધિના રૂપમાં જોઇ રહ્યાં છીએ.
આ હુમલો ભારતીય સમય અનુસાર અંદાજે રાત્રે 3.00 વાગ્યે થયો હતો. લંડન બ્રિજને તુરંત બંધ કરાવી દેવામાં આવ્યો છે. આસપાસના મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવાયા છે. પોલીસ ત્રણ હથિયાર બંધ લોકોની શોધખોળ કરી રહી છે. ઈંગ્લૈંડ જ્યારે ચેમ્પિયંસ ટ્રોફીનું યજમાન છે. અનેક દેશોની ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લૈંડમાં છે. તેવા સમયમાં આતંકી હુમલો થતા સુરક્ષા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.