2014ના લોકસભા ચૂંટ્ણીમાં વિજય પતાકા લહેરાવ્યા પછી જ્યારે 26 મે ના રોજ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા હતા તો સાર્ક દેશોના પ્રમુખ પણ આ અવસર પર હાજર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર દેશના ઈતિહસમાં પહેલીવાર શપથ ગ્રહણ સમારંભમાં પડોશી દેશના રાષ્ટ્રપ્રમુખ સામેલ થયા હતા. હવે 2019ની લોકસભ ચૂંટણીમાં એકવાર ફરી મોદી સરકાર બની રહી છે. નરેન્દ્ર મોદી 30 મેના રોજ શપથ લેવાના છે. આવામાં એવી ચર્ચા થઈ રહી છે કે શુ પોતાના શપથ ગ્રહણ સમારંભમાં મોદી ફરી એકવાર સાર્ક દેશોના પ્રમુખોને આમંત્રણ આપશે.
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોના કાફલા પર થયેલા ઉગ્રવાદી હુમલા અને ત્યાર બાદ બાલાકોટમાં થયેલી ઍરસ્ટ્રાઇક બાદ પ્રથમ વખત ભારત અને પાકિસ્તાના વડા પ્રધાન વચ્ચે રવિવારે સીધી વાતચીત થઈ. ભારતીય અને પાકિસ્તાની વિદેશ મંત્રાલયોએ નિવેદનો જાહેર કરીને જણાવ્યું કે રવિવારે પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિફોન કરીને લોકસભા ચૂંટણીમાં વિજય બદલ શુભેચ્છા પાઠવી.
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર "તેમણે (ઇમરાન ખાને) ભારપૂર્વક કહ્યું કે આપણા પ્રદેશમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે વિશ્વાસ, હિંસા અને આતંકવાદમુક્ત માહોલ બનવો જરૂરી છે."
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ ઇમરાન ખાને ભારતીય વડા પ્રધાન સાથે દક્ષિણ એશિયામાં શાંતિ, વિકાસ અને પરસ્પર સહયોગના પોતાના વાયદાની ચર્ચા કરી હતી. વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેઓ ભારતીય વડા પ્રધાન સાથે આ મુદ્દે કામ કરવા ઉત્સુક છે. નોંધનીય છે કે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ શપથગ્રહણ સમારોહમાં મોદીએ દક્ષિણ એશિયાના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રિત કર્યા હતા.
જોકે, આ વખતે તેઓ કયા દેશના વડાઓને આમંત્રણ આપશે એ હજુ સ્પષ્ટ નથી