Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમેરિકાની એ આગ, જેમાં આખું શહેર સ્વાહા થઈ ગયું, 5 લાખ લોકો જીવ બચાવીને ભાગ્યા

અમેરિકાની એ આગ, જેમાં આખું શહેર સ્વાહા થઈ ગયું, 5 લાખ લોકો જીવ બચાવીને ભાગ્યા
, સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (08:48 IST)
અમેરિકાના ઑરેગન રાજ્યમાં લાગેલી આગને લીધે લગભગ પાંચ લાખ લોકો બેઘર થયા છે. જ્યારે દસનો ભોગ લેવાયો છે.હાલમાં અમેરિકાના પશ્ચિમના બાર રાજ્યોમાં 100 જેટલી જગ્યાએ આગ લાગી છે.

અધિકારીઓનું કહેવું છે કે 5 લાખથી વધુ લોકો ઓરેગોન જંગલમાં લાગેલી આગથી બચવા માટે ભાગવા મજબૂર થયા છે. દેશના પશ્ચિમ કાંઠે સ્થિત રાજ્ય અધિકારીઓ કહે છે કે ગરમ અને સુકા હવાને કારણે ડઝનેક સ્થળોએ આગ ફાટી નીકળી હતી. રાજ્ય સરકારે એક નિવેદનમાં કહ્યું, "ફાયર બ્રિગેડ જીવન અને સલામતીને પ્રાધાન્ય આપતા આગને કાબૂમાં લેવાની કામગીરીમાં લાગી છે. રેકોર્ડ નવ લાખ એકર જંગલોમાં આગ લાગી છે."
 
જળવાયુ  પરિવર્તનની અસર 
 
રાજ્યના રાજ્યપાલ કેટ બ્રાઉને પત્રકારોને જણાવ્યું હતું કે આગને કારણે મૃત્યુ પામેલા લોકોની ચોક્કસ સંખ્યાની જાણકારી મળી નથી, જોકે એએફપીના અહેવાલ મુજબ સ્થાનિક અધિકારીઓ દ્વારા ઓછામાં ઓછા ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. રાજ્યપાલ બ્રાઉને કહ્યું, "અમે રાજ્યમાં આટલી બેકાબૂ આગ ક્યારેય જોઇ ​​નથી. આ એક સમયની ઘટના નથી. દુર્ભાગ્યવશ, આ ભવિષ્યની ઘંટડી છે. આપણે હવામાન પલટાના ભયંકર અસરોની અનુભૂતિ કરી રહ્યા છીએ." 
 
હાલમાં અમેરિકાના 12 પશ્ચિમી રાજ્યોમાં આશરે 100 જંગલોમાં ભયાનક આગ લાગી છે. એશ્લેન્ડના પોલીસ પ્રમુખ ટીઘે ઓ મીએરાના કહેવા મુજબ, "અમારુ એ માનવું છે આમા માનવ તત્વો શામેલ છે  અમે આની તપાસ અપરાધિક કેસ તરીકે કરીશું." આગથી ઓરેગોન, વોશિંગ્ટન અને કેલિફોર્નિયા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો છે. છેલ્લા બે દિવસમાં, કેલિફોર્નિયામાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે.
 
આગની વિકારાળતા એવી કે જે આવ્યું એ સ્વાહા થઈ ગયું અને સૂકી હવાએ એમાં ઘી હોમવાનું કાર્ય કર્યું. 
સ્થિતિ એવી પેદા થઈ કે સાન ફ્રાન્સિસ્કોમાં જ્યારે સવારે લોકો જાગ્યાં તો પણ અંધારું હતું. ઘણા લોકોને એવું લાગ્યું કે હજી રાત્રી જ છે.
 
સાન ફ્રાન્સિસ્કો ક્રૉનિકલને શહેરમાં રહેતાં કેથરિન ગીસલિને કહ્યું, "એવું લાગ્યું કે જાણે દુનિયાનો અંત આવી ગયો છે."
 
"એ ઘણું ભયજનક હતું કે હજી અંધારું છે. આવા અંધારામાં લંચ લેવું એ પણ અજીબ હતું. છતાં પણ તમારે દિવસેનું કામ તો કરવું જ પડે."
 
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ સવારના 11 વાગ્યે પણ શહેરમાં અંધારું હતું. સૂર્યનાં કિરણો ધૂમાડાના જાડા થરમાંથી પૃથ્વી સુધી પહોંચી શકતાં ન હતાં. તો આ બધા વચ્ચે આગને લીધે ઑરેગન શહેર આખું સ્વાહા થઈ ગયું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગૃહમંત્રી અમિત શાહ આજે દેશવાસીઓને સંબોધન કરશે, હિન્દી દિવસ પર સંદેશ આપશે