Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભારતની અપીલ પર UAEમાં દાઉદની 15 હજાર કરોડની સંપત્તિ જબ્ત

ભારતની અપીલ પર UAEમાં દાઉદની 15 હજાર કરોડની સંપત્તિ જબ્ત
નવી દિલ્હી. , બુધવાર, 4 જાન્યુઆરી 2017 (10:50 IST)
અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ મોદી સરકારને મોટી સફળતા મળી છે. યૂએઈએ ભારતના ડૉજિયર પર કાર્યવાહી કરતા દાઉદની દુબઈમાં લગભગ 15 હજાર કરોડથી વધુની પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે. તેમા એક હોટલ અનેક રિયલ એસ્ટેટ સાથે જોડાયેલ પ્રોપર્ટીનો સમાવેશ છે. 
 
દુબઈ લંડન અને તુર્કીમાં છે દાઉદની અરબોની સંપત્તિ 
 
ઓગસ્ટ 2015માં મોદીએ યૂએઈની યાત્રા કરી હતી અને NSA અજિત ડોભાલે દાઉદની પ્રોપર્ટીનુ ડોઝિયર યૂએઈ સરકારને સોપ્યુ હતુ. મોદી સરકારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બધી ડૉનગીરી ખત્મ કરવાની શરૂઆત કરી દીધી છે. મોદી સરકારની પહેલ પર યૂએઈ સરકારે દાઉદની 15000 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. સૂત્રોના મુજબ NSA અજિત ડોભાલે યૂએઈ સરકારની દાઉદ ઈબ્રાહિમના ડોઝિયર પર કાર્યવાહી કરવાની માહિતી જાહેર કરી છે. 
 
ભારતના ડૉજિયર પર યૂએઈના દાઉદ પર કાર્યવાહી કરી 
 
આ ડોઝિયરમાં દાઉદની બધી માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે  આ ડોજિયર પીએમ મોદીની યૂએઈ યાત્રા દરમિયાન ત્યાની સરકારને સોંપ્યુ હતુ. તેના મુજબ દાઉદ ઈબ્રાહિમ પર ડ્રગ્સ ટ્રૈફિકિંગ, નકલી નોટ, વસૂલી, હવાલા દ્વારા મની લૉંન્ડ્રિંગમાં સમાવેશ છે. 
 
આ ઉપરાંત તેને 1993માં થયેલ મુંબઈ બોમ્બ ધમાકાના માસ્ટરમાઈંડ બતવ્યો છે. ડૉજિયરમાં એ પણ લખ્યુ છે કે દાઉદે 2008માં મુંબઈ પર થયેલ હુમલામાં આતંકવાદીઓની મદદ ઉપલબ્ધ કરાવી હતી. 
 
1993 મુંબઈ બોમ્બ ધમાકાના માસ્ટરમાઈંડ છે દાઉદ 
 
1993મા મુંબઈ બોમ્બ ધમાકા પછી દાઉદ ઈબ્રાહિમ ભારતમાંથી ફરાર થયા પછી દુબઈને પોતાનો અડ્ડો બનાવ્યો હતો અને અહીથી તે હવાલા, ડ્ર્ગ્સ, ગેરકાયદેસર હથિયારોની તસ્કરી અને ફિરોતીનો ધંધો ચલાવતો  હતો. 
 
દુબઈમાં દાઉદની કંપની ગોલ્ડન બોક્સ કંપની જપ્ત 
 
દાઉદે ગોલ્ડન બોક્સ નામની એક કંપની દુબઈમાં બનાવી હતી. આ કંપના દ્વારા દાઉદે હોટલ અને રિયલ સ્ટેટના વેપારમાં પગ મુક્યો. સૂત્રો મુજબ યૂએઈ સરકારે તપાસમાં જોયુ છે કે ગોલ્ડન બોક્સ નામની કંપનીમાં ફરજી રોકાણકારો દ્વારા પૈસા નાખવામાં આવ્યા અને આ માટે હવાલાના દ્વારા આવેક પૈસાનો ઉપયોગ થયો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓપિનિયન પોલ - હાલ ચૂંટણી યોજાય તો સમાજવાદી પાર્ટી સૌથી વધુ સીટો મળે, ભાજપ બીજા નંબરની સૌથી મોટી પાર્ટી