Southern Turkiye Earthquake: તુર્કીએ ભૂકંપઃ તુર્કીની જમીન જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. આ ભૂકંપ દક્ષિણ તુર્કીમાં આવ્યો હતો. ભૂકંપના કારણે દક્ષિણ તુર્કીમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. જેના કારણે તુર્કી અને ગ્રીસમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે.
Turkiye Earthquake: તુર્કીની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. આ ભૂકંપ દક્ષિણ તુર્કીમાં આવ્યો હતો. ભૂકંપના કારણે દક્ષિણ તુર્કીમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. જેના કારણે તુર્કી અને ગ્રીસમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને મેડિકલ મદદ આપવામાં આવી રહી છે. પ્રશાસન અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ છે અને રાહત કાર્ય કરી રહી છે. જણાવી દઈએ કે દક્ષિણ તુર્કીના ગાજિયાંટેપ પાસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેની અસર ગ્રીસ સુધી જોવા મળી છે. ભૂકંપના કારણે ઘણી જગ્યાએ ભારે વિનાશ થયો છે. લગભગ એક મિનિટ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું.