baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રમ્પ પ્રશાસને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર લગાવી રોક

હાર્વર્ડ યુનિવર્સિટી
, શુક્રવાર, 23 મે 2025 (18:14 IST)
ટ્રમ્પ પ્રશાસને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના અધિકારને સમાપ્ત કરી દીધો છે. જેને કારણે અમેરિકાના પ્રશાસનનો હવે તેના સૌથી જૂની યુનિવર્સિટી સાથેનો સંઘર્ષ વધી ગયો છે.
 
અમેરિકાના ગૃહ સુરક્ષા મંત્રી ક્રિસ્ટી નોએમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે "પ્રશાસન હાર્વર્ડ દ્વારા કાયદાનું પાલન ન થવાને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો પ્રવેશ કાર્યક્રમને રદ કરી દેવામાં આવ્યો છે."
 
તેમણે લખ્યું કે "આ દેશભરનાં તમામ વિશ્વવિદ્યાલયો તથા શૈક્ષણિક સંસ્થાનો માટે ચેતવણી સમાન છે."
 
હાર્વર્ડ યુનિવર્સિટીએ એક નિવેદનમાં ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયને 'ગેરકાયદે' ગણાવ્યો છે.
 
હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ પ્રશાસનને આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું, "અમે પોતાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા વિદ્વાનોના પ્રવેશ આપવાની ક્ષમતા રાખવાના સંકલ્પ પર કાયમ છીએ, એ વિદ્યાર્થીઓ તથા વિદ્વાનો માટે કે જેઓ 140 દેશોથી અહીં આવે છે અને વિશ્વવિદ્યાલયને તથા આ રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે."
 
હાર્વર્ડે વધુમાં કહ્યું, "અમે પોતાના સમુદાયના સભ્યોને માર્ગદર્શન અને સહાયતા આપવા માટે ઝડપથી કામ કરી રહ્યા છીએ. આ પ્રતિશોધાત્મક કાર્યવાહીથી હાર્વર્ડ સમુદાય ને આપણા દેશને ગંભીર નુકસાન પહોંચવાનું જોખમ છે. આ હાર્વર્ડનાં શૈક્ષણિક તથા સંશોધનના મિશનને નબળું પાડવાનો પ્રયાસ છે."
 
ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયને કારણે હાર્વર્ડમાં અભ્યાસ કરનારા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર તેની અસર પડી શકે છે.
 
હાર્વર્ડ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે છેલ્લા શૈક્ષણિક વર્ષમાં છ હજાર સાતસોથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ મેળવ્યો હતો. આ સંખ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના 27 ટકા છે.
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RCB અને પંજાબ કિંગ્સ પાસે ક્વાલીફાયર 1 રમવાની તક, ગુજરાત ટાઈટંસ થઈ શકે છે બહાર