Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગોમાં આઘાતજનક અકસ્માત, 148ના મોત, બોટ પલટી જવાથી 100થી વધુ લાપતા

Tragic accident in Congo
, રવિવાર, 20 એપ્રિલ 2025 (12:14 IST)
કોંગોમાં એક ગંભીર બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 148 થઈ ગયો છે, જ્યારે 100થી વધુ લોકો લાપતા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે 500 મુસાફરોને લઈ જતી લાકડાની મોટી બોટમાં આગ લાગી અને કોંગો નદીમાં પલટી ગઈ. બોટની અંદર રસોઈ બનાવતી વખતે આગ ફાટી નીકળી હતી, જેના કારણે મુસાફરો ગભરાઈને નદીમાં કૂદી પડ્યા હતા.

મધ્ય આફ્રિકામાં સ્થિત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બોટ પલટી જવાને કારણે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. આગ લાગતા નદીમાં લાકડાની એક મોટર બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 148 લોકોના મોત થયા છે, ડઝનેક હજુ પણ લાપતા છે. લોકોની શોધ કરવામાં આવી રહી છે. જે સમયે આ અકસ્માત થયો તે સમયે બોટમાં 500 લોકો સવાર હતા. લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ અકસ્માત મબંડાકા નજીક થયો હતો
એચબી કોંગોલો નામની બોટ માટાનકુમુ બંદરથી ઉત્તર-પશ્ચિમ કોંગોના બોલોમ્બા પ્રદેશ તરફ જઈ રહી હતી ત્યારે મ્બાન્ડાકા નજીક આ અકસ્માત સર્જાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sandeep Sharma : સંદીપ શર્માના નામે છે એક શરમજનક રેકોર્ડ, જે બોલરના નામ પર કોઈ દાગથી ઓછો નથી