માણસ જ્યારે મુશ્કેલીમાં હોય છે તો તેમાંથી બહાર નીકળવાના આઈડિયા કહો કે ઉપાય વિચારતી વખતે તેના મનમાં અનેક વિચારો આવે છે, અને ખરેખર મુશ્કેલીમાં જે આઈડિયા આવી જાય તે ઘણીવાર એક ઈન્વેશંન પણ બની જાય છે, ભારતીય ભાષામાં તેને જુગાડ પણ કહે છે. આવી જ એક ઘટના ચીનમાં બની છે. ચીનની 4 મિત્રોને વિમાનમાં જવાનુ હતુ. તેમની પાસે 30 કિલો સંતરા પણ હતા. જે માટે તેમણે વધુ રૂપિયા આપવાના હતા. વધુ પૈસા આપવાથી બચવા માટે 4 મિત્રો મળીને 30 કિલો સંતરા ખાઈ ગયા. આ ઘટના Kunming ની છે જે દક્ષિણ પશ્ચિમ ચીનના યૂનાન શહેરમાં આવેલુ છે.
ખૂબ મોંઘા પડી રહ્યા હતા સંતરા
ઈંડિયા ટાઈમ્સ મુજબ વાંગ નામનો વ્યક્તિ પોતાના મિત્રો 30 કિલો સંતરા એક બોક્સમાં લાવ્યો હતો. તે પઓતાના મિત્રો સાથે બિઝનેસ ટ્રિપ પર જઈ રહ્યો હતો. તેમણે આ બોક્સ 50 યુઆન (564 રૂપિયા)માં ખરીદ્યો હતો. જયારે તેઓ એયરપોર્ટ પરથી ફ્લાઈટની તરફ જવા માંડ્યા તો તેમને બતાવવામાં આવ્યુ કે સામાન વધુ થઈ રહ્યો છે. આ માટે તેમણે વધુ રકમ આપવી પડશે.તેમને 300 યુઆન(3384 રૂપિયા) આપવા પડશે. પછી તો શુ હતુ તેમણે કર્યો એક જુગાડ.
અડધો કલાકમાં જ સંતરા ખતમ
વાંગ અને તેમના મિત્રોએ નક્કી કર્યુ કે જે રકમ માંગી છે તે ખૂબ વધુ છે. તેથી સારુ રહેશે કએ તેઓ સંતરા ખાઈ લે. વાંગે ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યુ કે તેમણે અને તેમના મિત્રોએ 20થી 30 મિનિટમાં જ એયરપોર્ટ પર ઉભા રહીને જ સંતરા ખાઈને ખતમ કર્યા. તેમણે જણાવ્યુ કે એવુ લાગી રહ્યુ હતુ કે આટલા સંતરા ખાધા પછી હવે જીવનમાં ક્યારે સંતરા ખાવાનુ મન નહી થાય. એયરપોર્ટ પર આવતા-જતા મુસાફરો પણ તેમને જોઈને નવાઈ પામી રહ્યા હતા.