Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મુંબઈ હુમલાના માસ્ટરમાઈંડ આતંકી હાફિઝ સઈદની ધરપકડ, જેલ ભેગો કરાયો

મુંબઈ હુમલાના માસ્ટરમાઈંડ આતંકી હાફિઝ સઈદની ધરપકડ, જેલ ભેગો કરાયો
, બુધવાર, 17 જુલાઈ 2019 (13:05 IST)
વૈશ્વિક આતંકી હાફિઝ સઈદને પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. પંજાબની કાઉંટર ટેરરિજ્મ ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદને લાહોરમાંથી ધરપકડ કરવામાં આવી.  તે લાહોરમાંથી ગુજરાંવાલા જઈ રહ્યો હતો.  ધરપકડ બાદ હાફિઝ સઈદને રિમાંડ પર મોકલવામાં આવ્યો છે. આ દરમિયાન હાફિઝ સઈદે કહ્યુ કે હુ મારી ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં જઈશ 
 
આ પહેલા સોમવારે લાહોરની આતંકવાદ નોરોધી કોર્ટ (ATC)એ મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈંડ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ આતંકી સરગના હાફિઝ સઈદ અને ત્રણ અન્યને જામીન આપી હતી. ડૉન ન્યુઝના મુજબ આ નિર્ણય મદરસાની ભૂમિને ગેરકાયદેસર કાર્યો માટે વાપરવામાં આવનારા એક મામલામાં કરવામાં આવી હતી. 
 
રિપોર્ટ મુજબ સઈદ ઉપરાંત હાફિઝ મસૂદ, આમેર હમજા અને મલિક જફરને 31 ઓગસ્ટ સુધી 50,000 પાકિસ્તાની રૂપિયાના ખંડણી પર અંતરિમ જામીન આપવામાં આવી. સુનાવણી દરમિયાન આરોપીના કાયદાકીય વકીલે કોર્ટને જામીનની અરજી સ્વીકાર કરવાનો આગ્રહ કરતા કહ્યુ કે ભારત-ઉદ-દાવા જમીનના કોઈપણ ટુકડાનો ઉપયોગ ગેરકાયદેસર રીતે  નથી કરી રહ્યુ. 
 
આ દરમિયાન લાહોર હાઈકોર્ટએ સંઘીય સરકાર, પંજાબ સરકાર અને કાઉંટર ટેરરિજ્મ ડિપાર્ટમેંટ (સીટીડી)ને સઈદ અને તેના સાત સહયોગીઓની તરફથી દાખલ અરજી વિશે નોટિસ રજુ કરી, જેમા સીટીડીએ એક  મામલામાં પડકાર પણ આપ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લાંબા ગાળાનું આયોજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાશે