Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રૂસે આપી વેસ્ટ નાઈલ વાયરસ ફેલાવવાની ચેતવણી, જાણો તેના વિશે બધુ

રૂસે આપી વેસ્ટ નાઈલ વાયરસ ફેલાવવાની ચેતવણી, જાણો તેના વિશે બધુ
મોસ્કો. , બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (16:21 IST)
કોરોના વાયરસ મહામારી (Covid Pandemic)ની વચ્ચે એક નવી મહામારીનો ખતરો ઉભો થયો છે. રૂસે આ શરદ ઋતુમાં વેસ્ટ નાઈલ વાયરસ (WNV)ના સંક્રમણમાં શક્યત વધારો થવાની ચેતાવણી આપી છે, કારણ કે હળવા તાપમાન અને ભારે વરસાદ તેને ફેલાવનારા મચ્છરો માટે અનુકૂળ પરિસ્થિતિનુ નિર્માણ કરશે. 
 
વેસ્ટ નાઇલ વાયરસ એ મૂળરૂપથી આફ્રિકાનો વાયરસ છે. હવે તે એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકામાં ફેલાયો છે. આ WNV મુખ્યત્વે મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મનુષ્યમાં જીવલેણ ન્યુરોલોજીકલ રોગો તરફ દોરી શકે છે.
 
 વેસ્ટ નાઇલ તાવના 80% થી વધુ કેસ રશિયાના દક્ષિણ -પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના મુજબ, આ વાયરસ સામે મનુષ્યો માટે કોઈ વેક્સીન ઉપલબ્ધ નથી, જોકે ઘોડાઓ માટે આ વાયરસ માટે વેક્સીન છે. 
 
આ વેસ્ટ નાઈલ વાયરસ શુ છે  ? 
 
આ વેસ્ટ નાઇલ સંક્રામક રોગ છે જે સંક્રમિત મચ્છરો દ્વારા ફેલાય છે. આ રોગ ચેપગ્રસ્ત ક્યુલેક્સ મચ્છરના કરડવાથી પક્ષીઓ અને પછી મનુષ્યોમાં ફેલાય છે, અને મનુષ્યમાં જીવલેણ ન્યુરોલોજીકલ રોગનું કારણ પણ બની શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ આ વાયરસ લગભગ 20% કેસોમાં વેસ્ટ નાઇલ ફીવરનું કારણ બને છે. આ વાયરસ ડેન્ગ્યુ, ઝિકા અને પીળા તાવ વાઈરસ સાથે સંબંધિત છે.
 
વેસ્ટ નાઇલ વાયરસના લક્ષણો
 
વેસ્ટ નાઇલ વાયરસથી સંક્રમિત લોકોમાં સામાન્ય રીતે લક્ષણો હોતા નથી કે પછી સાધારણ લક્ષણ હોય છે. 
આ રોગના લક્ષણોમાં માથાનો દુખાવો, તાવ, ચામડી પર ફોલ્લીઓ, શરીરમાં દુખાવો અને સોજાનો સમાવેશ છે. આ વાયરસના લક્ષણો થોડા દિવસોથી કેટલાક અઠવાડિયા સુધી રહી શકે  છે અને સામાન્ય રીતે, આ લક્ષણો આપમેળે જ જાય છે.
 
આની ઉત્પત્તિ ક્યાથી થઈ ? 
 
WHO રિપોર્ટ અનુસાર, આ વાયરસની ઓળખ સૌથી પહેલા 1937 માં યુગાન્ડાના પશ્ચિમ નાઇલ જિલ્લામાં એક મહિલામાં થઇ હતી. WNV ની ઓળખ 1953 માં નાઇલ ડેલ્ટા પ્રદેશમાં પક્ષીઓ (કાગડા અને કોલમ્બિફોર્મ્સ/ કબૂતરો) માં કરવામાં આવી હતી.
 
વેસ્ટ નાઇલ વાયરસ ક્યારે ખતરનાક બની શકે છે?
 
જો વેસ્ટ નાઇલ વાયરસ મગજમાં પ્રવેશે તો તે ખૂબ જ ખતરનાક અને જીવલેણ બની શકે છે. આ રોગ મગજના સોજાનું કારણ પણ બની શકે છે, જેને એન્સેફ્લાઈટીસ કહેવામાં આવે છે. અથવા, કરોડરજ્જુ અને મગજની આસપાસના પેશીઓની સોજાથી ઘેરી લે છે જેને મેનિન્જાઇટિસ કહેવાય છે
 
કોને આ વાયરસનું જોખમ છે?
 
બાળકો, વૃદ્ધ લોકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આ રોગ માટે વધુ જોખમ હોય છે.
 
વેસ્ટ નાઇલ વાયરસની સારવાર શું ?
 
અત્યાર સુધી મનુષ્યો માટે આ વેસ્ટ નાઇલ રોગની કોઈ ચોક્કસ સારવાર અથવા વેક્સીન નથી. આ મચ્છરના કરડવાથી બચવું એ જ આ વાયરસ સંક્રમણથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ રોગની સારવાર ન્યુરો-ઈનવેસિવ વેસ્ટ નાઇલ વાયરસ ધરાવતા દર્દીઓ માટે સહાયક છે જેમાં ઘણી વખત નસમાં પ્રવાહી, હોસ્પિટલમાં દાખલ થવું, માધ્યમિક સંક્રમણની રોકથામ અને શ્વસન સહાયતાનો સમાવેશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાલથી ધો.6થી 8ની સ્કૂલો શરૂ થશે, સંચાલકો તો તૈયાર પણ વાલીઓમાં ત્રીજી લહેરનો ડર છે