Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

62 વર્ષના પાકિસ્તાની સાંસદે 14 વર્ષની કિશોરી સાથે કર્યા લગ્ન

62 વર્ષના પાકિસ્તાની સાંસદે 14 વર્ષની કિશોરી સાથે કર્યા લગ્ન
, મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (16:39 IST)
પાકિસ્તાનથી એક હેરાન કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહી જમીયત ઉલેમા-એ-ઈસ્લામ (JUI-F)ના  બલૂચિસ્તાનથી સાંસદ મૌલાના સલાહઉદ્દીન અયૂબી(62)એ 14 વર્ષની બાળકી સાથે લગ્ન કરી લીધા. આ મામલો થોડો જુનો છે. પહેલા પણ ચર્ચામાં આવ્યો હતો પણ ત્યારે તેની ચોખવટ થઈ શકી નહોતી. હવે એક NGOની અપીલ પર પોલીસ તેની તપાસ કરી રહી છે. બાળકીના પિતાએ પણ નિકાહની ચોખવટ કરી છે. 
 
પાકિસ્તાનમાં નિકાહ કાયદાની વાત કરીએ તો અહી છોકરીઓના લગ્નની વય 16 વર્ષ છે. જો તેના ઓછી વયમાં લગ્ન કરવામાં આવે છે તો કાયદાકીય રૂપે આ ગુનો માનવામાં આવશે અને તેના માટે સજા પણ થઈ શકે છે. 
 
બાળકીનુ બર્થ સર્ટિફેકેટ આવ્યુ સામે 
 
મૌલાન અયુબી બલુચિસ્તાને ચિત્રાલથી સાંસદ છે. તેમણે ક્યારેય આ બાબતે કોઈ રિએક્શન આપ્યુ નથી. તે મૌલાના ફજલ-ઉર -રહેમાનની પાર્ટીમાંથી સાંસદ છે. રહેમાન આ સમયે પાકિસ્તાન ડેમોક્રેટિક ફ્રંટ (PDM)ના નેતા છે. આ ફ્રંત ઈમરાન સરકાર વિરુદ્ધ દેશમાં આંદોલન ચલાવી રહ્યુ છે. 
 
ધ ડૉન ની એક રિપોર્ટ મુજબ બાળકીના શાળાએ તેનુ બર્થ સર્ટિફિકેટ મીડિયાને રજુ કર્યુ છે. તેના તેની ડેટ ઓફ બર્થ 28 ઓક્ટોબર 2006 બતાવી છે. ત્યારબાદ એક લોકલ NGOએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  હવે તેની  તપાસ કરવામાં આવશે. 
 
ફક્ત ચોખવટ હવે થઈ છે 
 
મૌલાનાના નિકાહનો મામલો ગયા વર્ષનો છે. ત્યારે લોકલ મીદિયામાં આ સમાચાર આવ્યા હતા. જો કે ત્યારે કોઈ પુરાવો નહોતો. કારણ કે મૌલાના અયૂબી કે કિશોરીના પરિવારે કશુ પણ બોલવાથી ઈનકાર કર્યો હતો. હવે NGOની ફરિયાદ પર તપાસ કરવામાં આવશે. 
 
ચિત્રાલ પોલીસ સ્ટેશનના ઈંસ્પેક્ટર સજ્જાદ અહમદે ફરિયાદ નોંધવાની ચોખવટ કરી છે. જો કે તેમણે એ નહી બતાવ્યુ કે ફક્ત ફરિયાદ નોંધવામાં આવી છે કે આ મામલે કોઈ  FIR પણ નોંધવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ પોલીસ યુવતીના ઘરે પહોંચી અને તેના પિતાની પૂછપરછ કરી. પોલીસ સામે તેમણે લગ્નની વાત કરવાની ના પાડી દીધી. 
 
યુવતીના પિતાએ બદલ્યુ નિવેદન 
 
પોલીસ સામે યુવતીના પિતાએ મૌલાના અને પોતાની 14 વર્ષની પુત્રીના લગ્નને નકારી દીધા.  જ્યારે લોકલ એડમિનિસ્ટ્રેશનના બીજા અધિકારી આ વિશે માહિતી લેવા તેમના ઘરે ગયા તો કિશોરીના પિતાએ વિશ્વાસ અપાવ્યો કે તેમની પુત્રી જ્યા સુધી 16 વર્ષની નહી થઈ જાય, ત્યાસ ઉધી તેઓ તેને સાંસદના ઘરે વિદાય નહી કરે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં કોંગ્રેસની હાર થતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે રાજીનામું આપ્યું કહ્યું, ભાજપના દબાણથી પરિણામો ફર્યા