નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યૂસુફજઈ બર્મિધમમાં એક નાનકડા સમારંભ દરમિયાન લગ્ન કરી લીધા છે. મલાલાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસ્વીરો પોસ્ટ કરતા આ વાતની માહિતી આપી છે. તસ્વીરો પોસ્ટ કરતા મલાલાએ લખ્યુ તેમણે ઘરમાં જ લગ્ન કર્યા અને તે આગળના જીવન માટે ઉત્સાહિત છે.
મલાલાએ ટ્વિટર પર લખ્યું, "આજે મારા જીવનનો ખૂબ જ ખાસ દિવસ છે, અસર અને મેં લગ્ન કર્યા છે. અમે અમારા પરિવાર સાથે બર્મિધમમાં ઘરમાં જ નિકાહ સમારોહ પૂર્ણ કર્યો. અમને તમારા આશીર્વાદની જરૂર છે. આગળની યાત્રામાં સાથે.ચાલવા માટે અમે ઉત્સાહિત છીએ.
તેના પતિ અસર, તેના માતા-પિતા, ઝિયાઉદ્દીન યુસુફઝાઈ અને તૂર પેકાઈ યુસુફઝાઈ મલાલાએ પોસ્ટ કરેલી તસવીરોમાં જોવા મળે છે.
મલાલાને પાકિસ્તાની તાલિબાને છોકરીઓના શિક્ષણનો પ્રચાર કરવા બદલ ગોળી મારી દીધી હતી. 15 વર્ષની વયમાં 2022માં સ્કૂલ બસમાં મલાલાના માથા પર ગોળી મારવામાં આવી હતી. વિદેશમાં મહિનાઓ સુધી ચાલેલી સારવાર બાદ તે ઠીક થઈ હત ઈ અને મૈ મલાલા હૂ નામનો એક સંસ્મરણ લેખ લખ્યા બાદ દુનિયામાં ફેમસ થઈ ગઈ હતી.