નાઇજીરીયા). શનિવારે દક્ષિણપૂર્વ નાઇજિરિયન શહેર પોર્ટ હાર્કોર્ટમાં એક ચર્ચના કાર્યક્રમ દરમિયાન ભગદડ મચી જવાથી ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા અને સાત અન્ય ઘાયલ થયા. સીએનએનએ પોલીસ અને સુરક્ષા અધિકારીઓના હવાલાથી આ માહિતી આપી છે. શનિવારે વહેલી સવારે ચર્ચમાં ભોજન લેવા આવેલા સેંકડો લોકોએ ગેટ તોડી નાખ્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના બાળકો હતા.
નાઇજીરીયાના સિવિલ ડિફેન્સ કોર્પ્સના પ્રાદેશિક પ્રવક્તા ઓલુફેમી અયોડેલના જણાવ્યા અનુસાર, આ દુ:ખદ ઘટના સ્થાનિક પોલો ક્લબમાં બની હતી, જ્યાં નજીકના કિંગ્સ એસેમ્બલી ચર્ચે ગિફ્ટ ડોનેશન ડ્રાઇવનું આયોજન કર્યું હતું. CNNના સૂત્રોએ કહ્યું હતું કે, "ગિફ્ટની વસ્તુઓના વિતરણની પ્રક્રિયા દરમિયાન, ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. માર્યા ગયેલાઓમાં મોટાભાગના બાળકો હતા."
ગેટ બંધ હોવા છતા ભીડે કાર્યક્રમ સ્થળ પર ઘુસવાની કોશિશ કરી
સીએનએનએ રાજ્ય પોલીસના પ્રવક્તા ગ્રેસ વોએન્ગીકુરો ઇરિંજ-કોકોના સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે નાસભાગ થઈ ત્યારે ભેટ આપવાની પ્રક્રિયા શરૂ પણ થઈ નહોતી. વોયેન્ગીકુરો ઇરીંજ-કોકોએ જણાવ્યું હતું કે દરવાજા બંધ હોવા છતાં ભીડ બળજબરીથી સ્થળ પર પ્રવેશી હતી, જેના કારણે ભગદડ મચી ગઈ હતી. વોયેન્ગીકુરો ઇરીંજ-કોકોએ કહ્યું, "31 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ઘટના બાદ સાત ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે."