37 દિવસે કાટમાળમાંથી જીવતું મળ્યું બાળક- કાટમાળમાં દટાયા પછી પણ આ બાળક 37 દિવસો સુધી જીવતો રહ્યો.
નાગરિક સુરક્ષા સભ્ય અને ફોટોગ્રાફર નૂહ અલી શઘનોબીએ આ બાળકની વાર્તા જણાવતા ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છેકે બાળક તૂટેલા ઘરની અંદરથી ત્રણ કલાકની મેહંત બાદ કાઢવામાં આવ્યો છે.
ગાઝામાં એક બાળક તેના જન્મ પછી 37 દિવસ સુધી કાટમાળ નીચે દટાયેલું રહ્યું. ઈઝરાયેલના હુમલામાં તેનું ઘર નષ્ટ થઈ ગયું હતું. દરમિયાન, બચાવ કામગીરી દરમિયાન બાળકને તેના ઘરની અંદરના કાટમાળ નીચેથી જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. આ બાળકના રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.