Publish Date: Thu, 16 Jul 2026 (15:41 IST)
Updated Date: Thu, 16 Jul 2026 (16:03 IST)
Nepal Elephent Attack: માણસ અને જાનવરોની વચ્ચે સંઘર્ષ (Human-Wildlife Conflict) ના અનેક સમાચાર તમે સાંભળ્યા હશે, પણ નેપાળથી સામે આવેલી આ ઘટના ફક્ત હેરાન કરનારી જ નથી પણ તમારા રૂંવાટા ઉભા કરનારી છે. નેપાળના જંગલોમા ફરી રહેલા ઘુર્બે (Dhrubye) નામનો એક ખૂંખાર જંગલી હાથી છેલ્લા 14 વર્ષમાં એક જ પરિવારના ચાર સભ્યોના ચાર પરિવારોને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી ચુક્યો છે.
આ પરિવારને આ હાથીનો એવો ડર છે કે તેમણે પોતાનો જીવ બચાવવા માટે પોતાના બાપ દાદાના ગામને પણ છોડી દીધુ હતુ. પણ નસીબ અને એ સનકી હાથીને કંઈક બીજુ જ મંજુર હતુ. તે નવા ગામમાં પણ પહોચી ગયો અને પરિવારના બાકીના સભ્યોને પોતાના નિશાન બનાવી લીધા.
ગામ બદલ્યુ.. ઘર બદલ્યુ.. પણ મોતે પીછો ન છોડ્યો
સ્થાનિક અધિકારીઓ મુજબ આ બદનસીબ પરિવાર પર ઘુર્બે હાથી નો કહેર વર્ષ 2010 થી જ તૂટી પડ્યો છે. છેલ્લા 14 વર્ષોમાં આ હાથીએ જુદા જુદા હુમલામાં પરિવારના બે સભ્યોને મારી નાખ્યા હતા. આ સતત મંડરાય રહેલા સંકટ અને ડરથી કંટાળીને પરિવારે પોતાનુ જુનુ ગામ છોડવાનો નિર્ણય કર્યો. તેમને લાગ્યુ કે દૂર જતા રહેવાથી તેઓ સુરક્ષિત થઈ જશે. પરંતુ તાજેતરમાં, આ હાથી તેમના નવા ઘર પાસે પણ દેખાયો. હાથીએ અચાનક ઘર પર હુમલો કર્યો અને મહિલા અને તેના 4 વર્ષના પુત્રને કચડી નાખ્યા. આમ, આ કમનસીબ પરિવારના ચાર સભ્યો એક જ હાથીનો શિકાર બન્યા છે.
"ધુર્બે" હાથી 25 લોકોનો ખૂની છે
નેપાળના વન વિભાગના ડેટા અનુસાર, "ધુર્બે" કોઈ સામાન્ય હાથી નથી. તે પ્રદેશનો સૌથી કુખ્યાત અને આક્રમક "સીરીયલ કિલર" હાથી બની ગયો છે.
વન વિભાગનો અહેવાલ: 2010 થી, આ એક જ હાથીએ નેપાળ અને તેના સરહદી વિસ્તારોમાં 25 થી વધુ લોકોની હત્યા કરી છે. વન્યજીવન અધિકારીઓ ઘણા વર્ષોથી રેડિયો કોલર અને GPS ટ્રેકિંગનો ઉપયોગ કરીને તેનું નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ તેના આક્રમક સ્વભાવ અને ગાઢ જંગલોનો લાભ લઈને, તે વસ્તીવાળા વિસ્તારોમાં પ્રવેશ કરીને વિનાશ કરવામાં સફળ થાય છે.
હાથી શા માટે એક જ પરિવારને નિશાન બનાવી રહ્યો છે?
વન્યજીવન નિષ્ણાતો માને છે કે હાથી અત્યંત સંવેદનશીલ અને બુદ્ધિશાળી પ્રાણી છે. તેમની યાદશક્તિ અદ્ભુત છે.
બદલો કે ગંધ? નિષ્ણાતોના મતે, જો ભૂતકાળમાં કોઈ ઘટનામાં હાથીઓને માણસો દ્વારા નુકસાન થયું હોય, તો તેઓ વર્ષોથી તે વિસ્તાર અને તેના લોકોની ગંધ યાદ રાખે છે. જ્યારે વૈજ્ઞાનિક રીતે એ નક્કી કરવું મુશ્કેલ છે કે આ હાથીનો ભૂતકાળમાં આ પરિવાર સાથે કોઈ દુશ્મનાવટ હતી કે નહીં, પરંતુ તે જ પરિવારને સતત નિશાન બનાવવું વૈજ્ઞાનિકોને પણ મૂંઝવણમાં મૂકે છે.
માણસોનો વધતો ખલેલ - જંગલોને કાપવા અને હાથીઓના પારંપારિક રસ્તાઓ (Corridors) પર માણસોની વસ્તીઓ વસી જવાને કારણે આ બેકાબૂ હાથી હિંસક થઈ રહ્યા છે.
અધિકારીઓ સામે મોટો પડકાર - નેપાળ વન વિભાગ અને સુરક્ષા બળ આ હાથીને પકડવા કે ટ્રેંકુલાઈઝ (બેહોશ) કરવાની સતત કોશિશ કરી રહ્યુ છે. પણ ધુર્બે ની સ્ફૂર્તિ અને ગાઢ જંગલોમાં સંતાય જવાની ટેવને કારણે આ ઓપરેશન ખૂબ જ જટિલ બની ગયુ છે. આ ઘટનાથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે ગુસ્સો અને ગભરાટ ફેલાયો છે, જેઓ આ હિંસક હાથીથી કાયમ માટે છુટકારો મેળવવાની માંગ કરી રહ્યા છે.