Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોરોના સંક્રમણ વધતાં ચીનનાં શહેરમાં લૉકડાઉન

કોરોના સંક્રમણ વધતાં ચીનનાં શહેરમાં લૉકડાઉન
, ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (10:54 IST)
કોરોના સંક્રમણના વધતાં ચીનના શહેર શિયાનમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે.
 
એક કરોડ 30 લાખ લોકોની વસતી ધરાવતા આ શહેરમાં લોકોને ઘરમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
 
શાનશી પ્રાંતમાં સ્થિત શિયાન શહેરમાં 9 ડિસેમ્બર બાદથી 143 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
 
શહેરમાં બુધવારથી લાદવામાં આવેલા નવા પ્રતિબંધો પ્રમાણે, દર બે દિવસે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ જીવન જરૂરિયાતની સામગ્રીઓ ખરીદવા માટે બહાર જઈ શકશે.
 
ચીન કોરોના સંક્રમણ પ્રસરવાથી અટકાવવા માટે મોટા પાયે ટેસ્ટ કરવાની અને લૉકડાઉન લગાવવાની રણનીતિ અપનાતું રહ્યું છે.
 
ચીનમાં ફેબ્રુઆરી 2022માં યોજાનાર વિન્ટ ઑલિમ્પિક્સને લઈને પણ સતર્કતા વધી હોવાનું જણાઈ રહ્યું છે.
 
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ શહેરમાં ડેલ્ટા વૅરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. તેમણે ઓમિક્રૉનનાં કેસ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Omicron : તમિલનાડુમાં 'Omicron' બ્લાસ્ટ, રાજ્યમાં એક જ દિવસમાં 33 સંક્રમિત મળી આવ્યા