Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઇઝરાયલે ગાઝામાં ભીષણ હવાઈ હુમલો કર્યો, 31 બાળકો સહિત 108 લોકો માર્યા ગયા

ઇઝરાયલે ગાઝામાં ભીષણ હવાઈ હુમલો કર્યો
, શનિવાર, 17 મે 2025 (11:47 IST)
ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેણે ગાઝામાં નિયંત્રણ લેવાના ઉદ્દેશ્યથી એક નવું આક્રમણ શરૂ કર્યું છે. સેનાએ કહ્યું કે વ્યાપક હુમલાઓ કરવામાં આવ્યા છે અને સૈનિકોની તહેનાતી પણ કરવામાં આવી રહી છે.
 
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે ગુરુવારની સવારે ઇઝરાયલી હુમલામાં 250થી વધારે લોકો માર્યા ગયા છે.
 
ઇઝરાયલે ઉત્તર ગાઝામાં પત્રિકાઓ ફેંકી છે. જેમાં પેલેસ્ટેનિયનોને વિસ્તાર છોડવાની આપીલ કરી છે.
 
આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇઝરાયલ હમાસ સામે પોતાની સૈન્ય કાર્યવાહી સખત કરવાની યોજનાની તૈયારી કરી રહ્યું છે.
 
છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયલી સેનાએ પોતાના હુમલાઓ સખત કરી દીધા છે. હમાસનું કહેવું છે કે માત્ર શુક્રવારે જ 100થી વધારે લોકોનાં મૃત્યુ થયાં. જોકે, ઇઝરાયલનું કહેવું છે કે તેણે 'ડઝનો આતંકવાદી ઠેકાણાં'ઓને નિશાન બનાવ્યાં છે.
 
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખ વોલ્કર ટુર્કે ગાઝા પર ઇઝરાયલના વધી રહેલા હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાશ્મીરમાં બે શંકાસ્પદ લોકો દેખાયા બાદ સાંબા-કઠુઆમાં શોધખોળ શરૂ, એક જ દિવસમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા