baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PAKની પોકળ ધમકી, સિંધુ જળ સમજૂતી તોડી તો કડક પગલા લેશે

Gujarati news
ઈસ્લામાબાદ. , શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (10:17 IST)
પાકિસ્તાને આજે ભારતને સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરવાની સ્થિતિમાં યોગ્ય કાર્યવાહી કરવાની ચેતાવણી આપી અને કહ્યુ કે તે સ્થિતિ પર નિકટથી નજર મુકી રહ્યા છે. વિદેશ કાર્યાલયના પ્રવક્તા નફીસ જકારિયાએ કહ્યુ, "ભારત દ્વારા કોઈપણ પ્રકારના ઉલ્લંઘનની સ્થિતિમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે." 
 
રેડિયો પાકિસ્તાનના મુજબ જકારિયાએ કહ્યુ કે પાકિસ્તાન સ્થિતિ પર નિકટતાથી નજર મુકી રહ્યુ છે. જકારિયાની ટિપ્પણી એ સમાચાર દરમિયાન આવી છે જેમા કહેવામાં આવ્યુ કે ભારત 56 વર્ષ જૂની સિંધુ જળ સંઘિની સમીક્ષા કરી શકે છે. તેમણે કહ્યુ કે ભારત કાશ્મીરમાં કરવામાં આવી રહેલ અત્યાચાર અને માનવાધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન હટાવવા માટે આવુ કરી રહ્યુ છે. જકારિયાએ કહ્યુ કે પાકિસ્તાન કાશ્મીરમાં ભારતના અત્યાચારને દુનિયાના મંચ પર ઉઠાવતુ રહ્યુ છે જેનુ પરિણામ પણ જોવા મળ્યુ છે. પણ આંતરરાષ્ટ્રીય સમુદાય સ્થિતિને લઈને આજે પણ ચિંતિત છે. 
 
એક સવાલના જવાબમાં તેમણે દાવો કર્યો કે ભારતે આ વર્ષ અત્યાર સુધી નિયંત્રણ રેખા પર 90થી વધુ વાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ છે.   જકારિયાએ કહ્યુ કે પાકિસ્તાનને અલગ પાડવાનો વિચાર હાસ્યાસ્પદ છે. તેમણે સાથે જ કહ્યુ કે ભારતના નકારાત્મક રવૈયાની પોલ ખુલી ગઈ છે જે ક્ષેત્રીય વિકાસ અને ઉન્નતિના રસ્તામાં સૌથી મોટો અવરોધ રહ્યો છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind vs. NZ - બીજી વનડે મેચમાં ન્યુઝીલેંડે ભારતને 6 રનથી હરાવ્યું