બર્લિનના એક વ્યસ્ત ક્રિસમસ બજારમાં એક ટ્રકે ત્યના લોકોને કચડી નાખ્યા જેમા ઓછામાં ઓછા 12 લોકોના મોત થઈ ગયા અને 48 અન્ય ઘાયલ થયા છે. પોલીસે આ ઘટનાને શંકાસ્પદ આતંકવાદી હુમલો બતાવ્યો છે. વાહન ગઈકાલે એક જાણીતા ચારરસ્તા પાસે ભીડમાં રોનક ભર્યા એક ક્રિસમસ બજારમં ઘુસી ગયુ. ત્યારબાદ એંબુલેંસ અને ભારે હથિયારોથી લૈસ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી. આ ભયાનક ઘટનાએ ફ્રાંસના નીસમાં જુલાઈમાં થયેલ એક ટ્રક હુમલાની યાદ તાજી કરાવી દીધી.
ગૃહમંત્રી થૉમસનુ નિવેદન
ગૃહ મંત્રી થૉમસ દે મેજિઅરે સરકારી ટેલીવિઝન ચેનલને કહ્યુ, "હુ હાલ હુમલો શબ્દનો પ્રયોગ નથી કરવા માંગતો પણ અનેક વસ્તુઓ આ આરોપ તરફ ઈશારો કરી રહી છે.
ઘટનામાં 12 લોકોના મોત અને 48 ઘાયલ
પોલીસે કહ્યુ કે ક્રિસમસથી એક અઠવાડિયાથી પણ ઓછા સમય પહેલા આ ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થઈ ગયા છે અને 48 અન્ય ઘાયલ થયા છે. ઓસ્ટ્રેલિયાઈ પ્રત્યક્ષદર્શી તૃષા ઑ નીલે ઓસ્ટ્રેલિયાઈ પ્રસારણ નિગમને જણાવ્યુ કે "જ્યારે ટ્રક ભીડભરેલા બજારમાં ઘુસ્યુ તો એ સમયે તે ઘટનાસ્થળ પર થોડા જ મીટરનું અંતર હતુ. તેમણે કહ્યુ, "હુ ઝડપી ગતિથિ આટલા મોટા કાળા ટ્રકને જોયુ જેણે બજારમાં ઘુસીને અનેક લોકોને કચડી નાખ્યા અને ત્યારે લાઈટ બંધ થઈ ગઈ અને બધુ જ નષ્ટ થઈ ગયુ."