હાલ આખી દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી છે દરેક દેશ વેક્સીનેશન અભિયાનમાં ઝડપ લાવવામાં લાગ્યો છે કારણ કે અત્યાર સુધી આ બીમારીનો સામનો કરવા માટે એક આ જ એક મજબૂત હથિયાર મળી શક્યુ છે. જો કે આ દરમિયાન માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક અને દુનિયાના મોટા વેપારી બિલ ગેટ્સએ એક વિચિત્ર નિવેદન આપ્યુ છે. જ્યારપછી તેમની ખૂબ આલોચના થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તેમણે કહ્યુ કે કોરોના વેક્સીનનો ફોર્મૂલા ભારત જેવા વિકાસસીલ દેશ સાથે શેયર ન કરવો જોઈએ.
સ્કાય ન્યુઝ સાથેના પોતાના ઈંટરવ્યુ દરમિયાન બિલ ગેટ્સને પૂછવામાં આવ્યુ કે શુ કોરોનાની તરત અને પ્રભાવશાળી રીતે રોકથામ કરવા માટે વિકાસશીલ અને ગરીબ દેશોને વેક્સીનનો ફોર્મૂલા આપવો જોઈએ ? જેના પર તેમણે સ્પષ્ટ રૂપે જવાબ આપ્યો "નહી"
તેમણે કહ્યું કે ભલે દુનિયામાં વેક્સીન બનાવનારી અનેક ફેક્ટરીઓ છે અને લોકો વેક્સીનની સુરક્ષાને લઈને ખૂબ ગંભીર છે. છતા પણ દવાનો ફોર્મૂલા ન આપવો જોઈએ. તેમણે કહ્યું, 'યુએસની જોનસન એંડ જોનસન ફેક્ટરી અને ભારતની એક ફેક્ટરી વચ્ચે ફરક છે. અમારી વિશેષતા અને પૈસાથી વેક્સીન બનાવે છે વેક્સીન કોઈ રેસીપી જેવી નથી કે તેને કોઈની પણ સાથે શેયર કરી શકાય. આ ફક્ત બૌદ્ધિક સંપદાનો મામલો પણ નથી. આ માટે ખૂબ જ સાવધાની રાખવાની હોય છે, ટેસ્ટિંગ કરવાની હોય છે, ટ્રાયલ કરવા પડે છે.
બિલ ગેટ્સે કહ્યું કે આને કારણે વિકાસશીલ અને ગરીબ દેશોએ થોડો સમય રાહ જોવી પડી શકે છે, પરંતુ તેમને વેક્સીનનો ફોર્મૂલા ન મળવો જોઈએ. . સ્કાય ન્યૂઝ અનુસાર, બિલ ગેટ્સે એવું પણ માન્યું હતું કે જો વિકસિત અને ધનિક દેશ તેમના નાગરિકોને વેક્સીનેશન આપવામાં પ્રાથમિકતા આપી રહ્યા છે તો આ નવાઈની વાત નથી. તેમને કહ્યુ કે અમેરિકા અને બ્રિટનમાં હવે 30 વર્ષના લોકોને પણ વેક્સીન આપવામાં આવી રહી છે અને બ્રાઝીલ સાઉથ આફ્રિકા જેવા દેશોમાં 60 વર્ષના લોકોને પણ વેક્સીન નથી અપાઈ. જો કે 3-4 મહિનમાં મહામારીથી પ્રભાવિત બધા દેશોને વેક્સીન મળી જશે.
ઉલ્લેખનીય છે કે એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની બનાવેલ વેક્સીનનો ફોર્મૂલા ભારતમાં સીરમ ઈસ્ટિટ્યૂટ ઓફ ઈંડિયા કોવિશીલ્ડના નામથી વેક્સીન બનાવી રહી છે.