Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Blast in Lahore: પાકિસ્તાનના લાહોર શહેરમાં એક પછી એકચા ર બ્લાસ્ટ, 5ના મોત 20 લોકો ઘાયલ

Blast in Lahore: પાકિસ્તાનના લાહોર શહેરમાં એક પછી એકચા  ર બ્લાસ્ટ, 5ના મોત 20 લોકો ઘાયલ
, ગુરુવાર, 20 જાન્યુઆરી 2022 (19:57 IST)
પાકિસ્તાન (Pakistan) ના લાહોર (Lahore)માં ગુરૂવારે એક પછી એક ચાર જોરદાર બ્લાસ્ટ (Blast in Lahore) થયા, જેમા પાંચ લોકોના મોત થઈ ગયા. આ બ્લાસ્ટમાં 20 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે..આ વિસ્ફોટો શહેરના લાહોરી ગેટ પર થયા (Lahori Gate)ની નિકટ થયો. બ્લાસ્ટ(Blast near Lahori Gate)ઘટના એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળની આસપાસની દુકાનો અને ઈમારતોના કાચ તૂટી ગયા હતા. સાથે જ નજીકમાં પાર્ક કરેલી મોટરસાઈકલને પણ નુકસાન થયું છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બ્લાસ્ટ બાદ અનારકલી માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ બજારમાં વધુ બોમ્બ હોવાની આશંકા છે.


લાહોર પોલીસના પ્રવક્તા રાના આરિફે ડોન ન્યૂઝને જણાવ્યું કે- ઘટના ગુરુવાર બપોરની છે. અહીંના અનારકલી માર્કેટમાં તે સમયે ઘણી ભીડ હતી. અહીં સામાન્ય દિવસોમાં પણ લોકો વાહન ગમે ત્યાં પાર્ક કરી દેતા હોય છે. જ્યાંથી સામાન્ય લોકો પસાર થાય છે તે મુખ્ય માર્ગ પર એક બાઈક ઊભી હતી, જેમાં જ IED પ્લાન્ટ કરાયો હતો. આ બાઈકમાં જ વિસ્ફોટ થયો હતો. પોલીસે મૃતકની સંખ્યા 3 જણાવી છે, જ્યારે કેટલાંક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 5 લોકોને જીવ ગુમાવ્યા છે. 20 લોકો ઘાયલ છે, જેમાંથી મોટા ભાગની સ્થિતિ ગંભીર છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાખંડમાં BJPએ 59 ઉમેદવારોની યાદી જાહેર કરી; CM ધામી ખટિમાથી લડશે, ગાયક ઝુબીનના પિતાને પણ ટિકિટ