બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના રવિવારે ગોપાલગંજ-3 ચૂંટણી ક્ષેત્રથી એક બાજુથી નિર્વિરોધ ચૂંટણી જીતી ગઈ. તેમને 2,29,539 વોટ મળ્યા જયારે કે મુખ્ય પ્રતિદ્વંદી બીએનપીના ઉમેદવારને માત્ર 123 વોટ મળ્યા. ચૂંટણી પંચે સાંજે સત્તાવર રૂપે હસીનાની જીતની જાહેરાત કરી.
શરૂઆતના પરિણામ મુજબ પ્રધાનમંત્રીની અવામી લીગ પાર્ટી ભારે અંતરથી આગળ છે. પાર્ટીની જીત સાથે હસીનાનો ચોથીવાર પ્રધાનમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
લોકલ મીડિયાનું કહેવું છે કે બે સીટો પર અપક્ષ ઉમેદવારોએ જીત નોંધાવી છે. ત્યાં એક કેન્ડિડેટનું સામાન્ય મૃત્યુ થતા એક સીટ પર ચૂંટણી થઇ શકી નથી. બાંગ્લાદેશના ચૂંટણી પંચે કહ્યું કે હસીનાને પોતાની સીટ દક્ષિણ પશ્ચિમી ગોપાલગંજમાં 2,29,539 વોટ મળ્યા છે. જ્યારે તેમના નજીકના હરિફ ગણાતા બીએનપી ઉમેદવાર હતા તેમને અંદાજે 123 વોટ મળ્યા છે.
બાંગ્લાદેશની વિપક્ષી પાર્ટી એનયુએફ ગઠબંધને ચૂંટણીના પરિણામોને માનવાની ના પાડી દીધી છે. તેમણે કાર્યવાહક તટસ્થ સરકારના નેતૃત્વમાં ફરીથી ચૂંટણી કરાવાની માંગણી કરી છે. એનયુએફ કેટલીય પાર્ટીઓનું ગઠબંધન છે, જેમાં બીએનપી, ગોનો ફોરમ, જાતીય સમાજતાંત્રિક દળ, નાગોરિક ઓઇક્યા, અને કૃષક શ્રમિક જનતા લીગ સામેલ છે.