બ્રિટનમાં પિયાનોની દેખરેખ કરનારા એક વ્યક્તિને તેની અંદર સફાઈ દરમિયાન લગભગ 4 કરોડ રૂપિયાના સોનાના સિક્કા મળ્યા છે. આ નિવેદનોને એક કપલે શ્રોપશાયરના બિશપ-કૈસલ કમ્યુનિટી શાળાને દાનમાં આપ્યો હતો.
એક અંગ્રેજી વેબસાઈટ મુજબ પિયાનોમાં થોડી ખરાબી આવવાને કારણે શાળાએ તેને સુધારવા માટે પિયાનો ટ્યૂનર માર્ટિનને બોલાવ્યો હતો. આ દરમિયાન માર્ટિનને સોનાના સિક્કા મળ્યા. એવુ કહેવાય રહ્યુ છે કે આ બધા સિક્કા 1847થી 1915 વચ્ચેના છે.
આ સોનાના સિક્કાને સાત પર્સમાં પિયાનોની અંદર મુકવામાં આવ્યા હતા. તેને એ રીતે મુકવામાં આવ્યા હતા જેથી પિયાનો વગાડવામાં કોઈ પણ પરેશાની ન આવે. કપલ પાસે આ પિયાનો લગભગ 33 વર્ષ સુધી હતો. જો કે આ સોનાના સિક્કા પર દાવો કરવા છતા આ સિક્કા કપલને નહી આપવામાં આવે.
પિયાનોમાં સિક્કા મળ્યા પછી કપલે કહ્યુ કે "તેમને આ વાતનો કોઈ અફસોસ નથી કે આ સિક્કા તેમને નહી મળી શકે. તેમણે કહ્યુ અમને ખુશી છે કે આ સિક્કા દ્વારા મળનારી રકમ શાળા સંચાલકના કામમાં આવી શકશે."