ભારતના પડોશી દેશ અફગાનિસ્તાનમાં ભયાનક ભૂકંપના ઝટકા અનુભવાયા. પાકિસ્તાન સરહદ નજીક પૂર્વ અફઘાનિસ્તાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તાલિબાનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 610 થઈ ગયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1,300થી વધુ લોકો ઘાયલ થયા છે.
ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાન ભૂકંપના ઝટકાથી થરથરી ઉઠ્યો છે. રવિવાર-સોમવારની મોડી રાત્રે દેશમાં એક પછી એક ભૂકંપના સતત ઝટકાથે લોકો દહેલી ઉઠ્યા છે. આ ભૂકંપના ઝટકા દિલ્હી એનસીઆર સુધી અનુભવ કરવામાં આવ્યા છે. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીના મુજબ અફગાનિસ્તામાં મોડી રાતથી લઈને સવાર સુધી 6.3 ની તીવ્રતાથી લઈને 5 ની તીવ્રતા સુધીના અનેક ભૂકંપના ઝટકા લાગ્યા છે. યુએસ જિયોલોજીકલ સર્વેના મુજ ભૂકંપનુ કેન્દ્ર અફઘાનિસાતના બસવુલથી 36 કિલોમીટર દૂર હતુ. ભૂકંપથી અફઘાનિસ્તામાં મોટુ નુકશાન અને અત્યાર સુધી 600 થી વધુ લોકોના મોત થયા છે. .
ભારતના પડોશી દેશ અફગાનિસ્તાનમાં ભયાનક ભૂકંપના ઝટકા અનુભવાયા. પાકિસ્તાન સરહદ નજીક પૂર્વ અફઘાનિસ્તાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તાલિબાનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 610 થઈ ગયો છે
રવિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 160 કિમી નીચે હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 115થી વધુ ઘાયલોને નાંગરહાર અને કુનાર પ્રાંતની હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુએસ જિયોલૉજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપ રવિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો. ઓછામાં ઓછા ત્રણ આંચકા ફરી આવ્યા, જેની તીવ્રતા 4.5થી 5.2 સુધીની હતી.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ (લગભગ 200 કિલોમીટર દૂર) અને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (લગભગ 400 કિલોમીટર દૂર) સુધી થોડી સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી પ્રભાવિત પ્રાંતો દૂરના અને મુશ્કેલ પર્વતીય પ્રદેશમાં છે અને ત્યાંનાં ઘરો સામાન્ય રીતે ભૂકંપ પ્રતિરોધક ન હોવાથી મૃત્યુઆંક વધી શકવાનું અનુમાન છે.
તાલિબાન સરકારી અધિકારીઓએ રાહત સંસ્થાઓને દૂરના અને પર્વતીય વિસ્તારોમાં બચાવ કામગીરીમાં મદદ કરવા અપીલ કરી છે. કુનાર પ્રાંતના પોલીસવડાએ બીબીસીને જણાવ્યા પ્રમાણે ભૂકંપને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે આ વિસ્તારના રસ્તાઓ બંધ થઈ ગયા હતા.તેમના કહેવા પ્રમાણે બચાવ કામગીરી ફક્ત હવાઈ માર્ગે જ હાથ ધરી શકાય એમ છે.
તાલિબાન અધિકારીઓ કહે છે કે તેમની પાસે મર્યાદિત સંસાધનો છે અને તેઓ હેલિકૉપ્ટર માટે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસેથી મદદ માગી રહ્યા છે.