Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Afghanistan News: હેલિકૉપ્ટર 4 ગાડીઓ અને ભારે માત્રામાં કેશ લઈને અફગાનિસ્તાનથી રવાના થયા હતા રાષ્ટ્રપતિ અશરફ ગની

Afghanistan News:  હેલિકૉપ્ટર 4 ગાડીઓ અને ભારે માત્રામાં કેશ લઈને અફગાનિસ્તાનથી રવાના થયા હતા રાષ્ટ્રપતિ અશરફ ગની
નવી દિલ્હી. , સોમવાર, 16 ઑગસ્ટ 2021 (23:09 IST)
રવિવારે તાલિબાનના કાબુલની સીમા પર પહોંચતા જ અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પોતાના નિકટના લોકો સાથે દેશ છોડી દીધો. જે રીતે અફગાન જનતાને તાલિબાની આતંકવાદીઓને ભરોસે છોડીને તેઓ કાબુલના બીજા દેશ માટે રવાના થયા, તેને લઈને લોકોમાં ખૂબ નારાજગી જાહેર કરી.  હવે રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યુ છે કે ગની પોતાની સાથે મોટી માત્રામાં કેશ, 4 ગાડીઓ અને એક હેલિકોપ્ટર પણ લઈને ગયા છે.  
 
સમાચાર એજન્સી રોયટર્સે રશિયન એજન્સી RIA ના હવાલાથી આ માહિતી આપી છે. અહેવાલો અનુસાર, જ્યારે ગનીએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે તે પોતાની સાથે મોટી રકમ કેશ લઈ ગયો. તેમની સાથે જતા 4 વાહનોમાં પૈસા ભરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિને પોતાની સાથે રોકડ રકમ લેવા માટે 4 વાહનો પણ ઓછા પડ્યા. અંતે પરિસ્થિતિ એવી બની કે ઉતાવળમાં તેમને એરપોર્ટ પર થોડી રોકડ છોડવી પડી.
 
રિપોર્ટ્સમાં રૂસી દૂતાવાસની એક કર્મચારી નિકિતા ઈશ્ચેકોએ કહ્યુ, ચાર ગાડીઓમાં પૈસા ભરેલા પડ્યા હતા. તેમને હેલિકોપ્ટરમાં ભરવા માંગ્યા, પણ તેમા પૂરા ભરી શકાયા નહી. તેમાથી કેટલાક પૈસા તેમને ત્યા જ છોડવા પડ્યા. ઉલ્લેખનીય છે કે દેશ છોડ્યા પછી ગનીએ ભાવુક પોસ્ટ લખી હતી અને લખ્યુ હતુ કે જનતાને લોહીયાળ જંગથી બચાવવા માટે આ કરી રહ્યો છુ.
 
જો કે તે હાલમાં કયા દેશમાં છે, તે સ્પષ્ટ નથી. અગાઉ તેમના તજાકિસ્તાન જવાના સમાચાર હતા, પરંતુ ત્યાં પ્રવેશ ન મળ્યા બાદ ઓમાનમાં રહેવાના સમાચાર છે. ત્યાંથી તેને અમેરિકા જવાની વાત કરવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી સાહેબ તમારા ગરવી ગુજરાતમાં શું ડેરીઓ દૂધ વેચાતું નથી આપતી? 20 રૂપિયા દૂધ ન મળતાં પીએમ-સીએમને લખ્યો પત્ર