Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બે વર્ષ બાદ બાળકોના કિલકિલાટથી શાળાઓ ગૂંજી, સ્કૂલના મેદાનમાં બાળકોએ રમવાનો આનંદ માણ્યો

બે વર્ષ બાદ બાળકોના કિલકિલાટથી શાળાઓ ગૂંજી, સ્કૂલના મેદાનમાં બાળકોએ રમવાનો આનંદ માણ્યો
, ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (12:56 IST)
આજથી રાજ્યભરમાં પ્રિ પ્રાયમરી સ્કૂલ શરૂ થઈ છે. ત્યારે તમામ સ્કૂલોમાં આજે બાળકો ઉત્સાહભેર આવ્યાં હતાં. આજે સ્કૂલમાં પ્રથમ દિવસ હોવાથી તેમને સ્કૂલમાં મૂકવા માટે આવેલી માતાનો તેઓ હાથ છોડતા નહોતા. તેમને સ્કૂલોના કેર ટેકર સ્કૂલની અંદર લઈ જતાં તેઓ રડતા હતાં તેમજ કેટલાક બાળકોતો આનંદ અને ઉત્સાહથી સ્કૂલમાં ગયાં હતાં. સ્કૂલ કેમ્પસમાં તેમણે રમતના સાધનોથી રમવાની મજા માણી હતી. બાળકોના આનંદ માટે શિક્ષકો જાતે કાર્ટુંન બન્યાં હતાં.વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પરના પ્રતિભાવ જ કંઈક અલગ હતો. શાળાએ પહોંચતા જ તેમના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો. શાળા કેમ્પસમાં રમત-ગમતના સાધનો અને ગાર્ડનમાં રમવાની મજા પણ માણી હતી. શાળાઓમાં શિક્ષકોએ કાર્ટૂન બનીને બાળકોને મનોરંજન કરાવ્યું હતું. પહેલાં દિવસે બાળકો રડે નહીં અને સ્કૂલે આવતા થાય તે માટે અમે શિક્ષકો કાર્ટુન બન્યા હતાં. બગીઓ પણ બોલાવી હતી, જેમાં બેસાડીને બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાયો હતો.  આ ઉપરાંત રમકડાં, રમત ગમતનાં સાધનો પણ મૂકાયા હતા. બાળકો કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરે તે માટે શિક્ષકોને ફરજિયાત ક્લાસમાં ઊભા રાખવામાં આવ્યા છે. પહેલા દિવસે માત્ર ને માત્ર તેમને જે કરવું હોય તે કરવા દેશું. એટલે કે, બિલકુલ ભણાવવામાં આવ્યા નથી. કેટલાક બાળકો પ્રથમ દિવસે હસતા તો કેટલાક રડતા જોવા મળ્યા હતા.
webdunia
બાળકોને પ્રવેશ આપતા સમયે હેન્ડ સેનેટાઇઝ કરાવવામાં આવતા હોવાનું નજરે પડ્યું હતું. રાજકોટ શહેરમાં 344 આંગણવાડી કોરોનાને લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતી. જે હવે આજથી શરુ કરવામાં આવી છે જેમાં અંદાજીત 20 હજારથી વધુ બાળકો સમાવેશ થાય છે. જયારે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 1326 આંગણવાડી છે કે જ્યાં અંદાજે 1 લાખ જેટલા બાળકો સમાવેશ થાય છે. આજથી ભૂલકાઓનું આગમન થતા આંગણવાડીની સાફ સફાઈ કરી અને બાળકો માટેનું ભોજન પણ શરુ કરી દેવામાં આવ્યું છે. કોરોનાની ત્રીજી લહેર અંત તરફ છે ત્યારે આજથી રાજ્યમાં આંગણવાડીઓમાં બાળકો માટે ઓફલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરામાં પ્રથમ દિવસે જ આંગણવાડીમાં આવેલ કોઇક બાળક રડી પડ્યા હતા તો કેટલાક શિક્ષકો દ્વારા ગવડાવામાં આવતા બાળગીતો સાથે ઝૂમતા નજર આવ્યા હતાં. તો કેટલાક હિંચકે ઝૂલતા અને સ્લાઇડિંગ કરતા  પણ નજરે પડ્યા હતાં. આ બાળકોને આંગણવાડીમાં આવવોનો અનેરો ઉત્સાહ તેમના ચહેરા પર નજરે પડતો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટ-જામનગર હાઇવે પર એક્સેસ ડિવાઇડર સાથે અથડાયું, બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત