Webdunia - Bharat's app for daily news and videos

Install App

Thyroid શુ છે - જાણો થાઈરોઈડ થવાના કારણો અને તેનાથી બચવાના ઉપાય

Today is World Thyroid Day

Webdunia
બુધવાર, 25 મે 2022 (11:17 IST)
વિશ્વભરમાં 25મી મે વિશ્વ થાઇરોઇડ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતું થાઇરોઇડના રોગ વિષ લોકજાગૃતિ કેળવવાનો છે. રાજકોટ આઇએમએના પૂર્વ પ્રમુખ ડો.રાજેન્દ્ર લાલાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં અંદાજે 4.2 કરોડ લોકોને થાઇરોઇડના અલગ અલગ રોગ જોવા મળે છે. થાઇરોઇડના રોગનું પ્રમાણ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. ખોરાકમાં આયોડિનની ઊણપને કારણે થાઇરોઇડના રોગો જેવા કે ગોઇટર જોવા મળે છે

થાઈરોઈડ ગ્લેડમાં થનારી નજીવી ગડબડને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા ઉભી પરેશાન કરવા લાગે છે. જેનુ કારણ વધુ વ્યસ્ત લાઈફ, હેલ્થને લઈને બેદરકારી અને નાની-નાની નજરઅંદાજ કરાયેલ વાતો જે આગળ જઈને એક મોટુ રૂપ લઈ લે છે. આજે અમે તમને આ સમસ્યા સાથે જોડાયેલ માહિતી આપી રહ્યા છે. પણ પહેલા જાણી લો કે આ થાઈરોઈડ છે શુ અને કયા કારણોથી થાય છે 
 
1- શુ છે થાયરોઈડ 
 
થાઈરોઈડ ગ્લેડ આપણા ગળાના નીચેના ભાગમાં હોય છે. જેમાંથી ખાસ પ્રકારના હોર્મોન ટી-3, ટી-4 અને ટીએસએચનો સ્ત્રાવ થાય છે. જેની માત્રામાં અસંતુલન આપણી તંદુરસ્તી પર ખરાબ અસર નાખે છે. શરીરની બધી કોશિકાઓ યોગ્ય રીતે કામ કરી શકે. એ માટે આ હોર્મોંસની જરૂર હોય છે. આ ઉપરાંત મેટાબોલ્જિમની પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં પણ ટી-3 અને ટી-4 હોર્મોનનુ મોટુ યોગદાન હોય છે.  તેથી તેના સ્ત્રાવમાં કમી કે અધિકતાની સીધી અસર વ્યક્તિની ભૂખ. ઉંઘ અને મનોદશા પર જોવા મળે છે. 
 
2 . કેમ થાય છે આ સમસ્યા 
 
સામાન્ય રીતે બે પ્રકારની થાઈરોઈડ સંબંધી સમસ્યાઓ જોવા મળે છે. પહેલા પ્રકારની સમસ્યા હાઈપોથાઈરોયડિજ્મ કહેવાય છે. આમાં થાયરોઈડ ગ્લેડ ધીમી ગતિથી કામ કરવા માંડે છે અને શરીર માટે જરૂરી હોર્મોન ટી-3. ટી-4 નુ પર્યાપત નિર્માણ નથી કરી શકતુ. પણ શરીરમાં ટીએસએચનુ લેવલ વધી જાય છે. બીજી  બાજુ હાઈપરથાયરોઈડની સ્થિતિમાં થાઈરોઈડ ગ્લેંડ ખૂબ જ વધુ સક્રિય થઈ જાય છે. તેનાથી ટી-3 અને ટી-4 હોર્મોન  વધુ માત્રામાં નીકળીને લોહીમાં ભળી જાય છે અને ટીએસએચનુ સ્તર ઓછુ થઈ જાય છે. અત્યાર સુધી રિસર્ચમાં જોવા મળ્યુ છે કે કોઈપણ દેશની કુલ વસ્તીમાંથી 10 ટકા લોકોને હાઈપરથાઈરોઈડિઝ્મની સમસ્યા હોય છે. આ બંને સ્થિતિમાં આરોગ્ય માટે નુકશાનદાયક છે. પુરૂષોની તુલનામાં સ્ત્રીઓને આ સમસ્યા વધુ પરેશાન કરે છે. 
 
3- શુ છે કારણ 
 
આ સમસ્યાના યોગ્ય કારણો વિશે ડોક્ટર અને વૈજ્ઞાનિક અત્યાર સુધી જાણી શક્યા નથી. કારણ કે આ શરદી-ખાંસીની જેમ કોઈ સંક્રામક બીમારી નથી.. ન હી તેનો સંબંધ ખાનપાન પ્રદૂષણ કે લાઈફસ્ટાઈલ સાથે છે.  ડોક્ટરો મુજબ આને ઈમ્યુન ડિસીઝ કહેવામાં આવે છે. જેનો મતલબ છે કે થાઈરોઈડ ગ્લેંડથી નીકળનારા ટી-3 ટી-4 હાર્મોસ અને ટીસએચ હોર્મોંસના અસંતુલનના કારણથી શરીરની અંદર તમારા આના લક્ષણ પનપવા માંડે છે. છતા પણ કેટલાક એવા કારણો છે જેને કારણે આ સમસ્યા થઈ શકે છે. 
 
 - આ સમસ્યા મોટાભાગે આનુવંશિક કારણોથી હોય છે. 
 
- અનેકવાર એવુ પણ હોય છે કે જન્મને સમયે બાળકની થાઈરોઈડ ગ્લેંડ સારી રીતે વિકસિત નથી થતી કે કેટલીક એવી સ્થિતિઓમાં આ ગ્લેંડના વિકસિત થવા છતા તેનાથી હોર્મોંસનો પુરો સ્ત્રાવ નથી થતો. જેને કારણે બાળકોમાં જન્મજાત રૂપે આ સમસ્યા થઈ શકે છે. 
 
-કેટલીક એવી એંટી બાયોટિક અને સ્ટીરોયડ દવાઓ હોય છે જેના પ્રભાવથી પણ થાઈરોઈડ ગ્લેંડમાંથી હોર્મોંસનો સ્ત્રાવ રોકાય જાય છે. જેનાથી શરીરમાં હાઈપોથાયરોડિઝ્મના લક્ષણ જોવા મળે છે.  
 
4 - હાઈપો-થાઈરોઈડના લક્ષણ 
 
- એકાગ્રતામાં કમી.. વ્યવ્હારમા ચિડિયાપણુ અને ઉદાસી 
- શરદીમાં પરસેવો નીકળવો 
- વધુ પડતી થકાન અને અનિદ્રા 
- ઝડપથી વજન વધવુ
- પીરિયડમાં અનિયમિતતા 
- કબજિયાત .. સુકી ત્વચા અને વાળ ઝડપથી ખરવા 
- મિસકેરેજ કે કંસીવ ન કરી શકવુ 
- કોલેસ્ટ્રોલ વધવુ 
- દિલની કાર્યક્ષમતામાં કમી 
- શરીર અને ચેહરા પર સુજન 
 
બચાવ અને ઉપચાર 
 
- જો કોઈ સમસ્યા ન હોય તો પણ દરેક મહિલાએ વર્ષમાં એકવાર થાઈરોઈડની તપાસ જરૂર કરાવવી જોઈએ. 
- જો ક્યારેક તમને તમારી અંદર એવા કોઈ લક્ષણ દેખાય તો દર છ મહિનાના અંતરે થાઈરોઈડ ટેસ્ટ કરાવ્યા બાદ ડોક્ટરની સલાહ પર નિયમિત રૂપે દવાનુ સેવન કરો. જેનાથી શરીરમાં હોર્મોંસનુ સ્તર સંતુલિત રહે છે. 
- કંસીવ કરતા પહેલા એક વાર તપાસ જરૂર કરાવો અને જો થાઈરોઈડની સમસ્યા છે તો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. પ્રેગનેંસીમાં તેની ગડબડીથી એનીમિયા. મિસકેરેજ. જન્મ પછી બાળકનુ મૃત્યુ અને બાળકમાં જન્મજાત માનસિક વિકૃતિયો આવી શકે છે.  
- જન્મ પછી ત્રીજાથી પાંચમા દિવસે બાળકનો થાઈરોઈડ ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ.  
 
5- હાઈપર થાયરોઈડના લક્ષણ 
 
- વજન ઘટવુ 
- ઝડપથી દિલ ધડકવુ 
- લૂઝ મોશન થવી 
- વધુ ગરમી લાગવી 
- હાથ પગ ધ્રુજવા 
- ચિડચિડાપન અને બિનજરૂરી થકાવટ 
- પીરિયડમાં અનિયમિતતા હોવી. 
 
શુ છે ઉપચાર 
 
- જો કોઈ મહિલાને આવી સમસ્યા હોય તો સૌ પહેલા ડોક્ટરની સલાહ પછી નિયમિત રૂપે દવાઓનુ સેવન કરવુ જોઈએ. જો સમસ્યા વધુ ગંભીર હોય તો ઈલાજના અંતિમ વિકલ્પના રૂપમાં આયોડીન થેરેપી કે સર્જરીનો ઉપયોગ કરવામાં આવે છે. ભલે હાઈપો હોય કે હાઈપરથાઈરોઈડિઝ્મ .. બંને સ્થિતિ આરોગ્ય માટે નુકશાનદાયક સાબિત થાય છે. તેથી નિયમિત તપાસ અને દવાઓનુ સેવન ખૂબ જ જરૂરી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ
Show comments