Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દરરોજ ટાઈ પહેરવાથી આંખ અને મગજના આરોગ્ય પર પડી શકે છે ખરાબ અસર જાણો કારણ

દરરોજ ટાઈ પહેરવાથી આંખ અને મગજના આરોગ્ય પર પડી શકે છે ખરાબ અસર જાણો કારણ
, ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (07:13 IST)
પેશેવર દુનિયામાં ટાઈ ડ્રેસનો ભાગ છે. પણ એક અભ્યાસ પ્રમાણે આ આરોગ્ય માટે નુકશાનકારી સિદ્ધ થઈ શકે છે. અભ્યાસ મુજબ ટાઈ પહેરવાથી મગજને રક્તની આપૂર્તિ 7.5 ટકા ઓછી થઈ જાય છે ટાઈ પહેરવાથી આંખનો દબાણ પણ વધી શકે છે. જેનાથી ગ્લૂકોમાનો ખતરો વધી જાય છે. વિશેષજ્ઞોનો કહેવુ છે કે ટાઈથી કામકાજથી સંબંધિત ઉદ્દેશ્ય ભલે પૂરા હોય છે પણ આ સ્વાસ્થયને નુકશાન પહોંચાડી શકે છે. 
 
મગજ પર ટાઈના અસર જોવાય 
કીલ યુનિક્વર્સિટી હોસ્પીટલના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ટાઈ પહેરવાને સામાજિક રૂપથી ગળા દબાવવાના રૂપમાં પરિભાષિત કર્યુ. 
 
એમઆરઆઈ સાથે મગજ સ્કેન કરવામાં આવ્યું:
અભ્યાસમાં કુલ 30 પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો તેમાંથી, પંદર નિયમિત ટાઇ પહેરનાર હતા અને 15 બિન-ટાઇ પહેરનાર હતા. દરેક વ્યક્તિનું મગજ એમઆરઆઈ દ્વારા સ્કેન કરવામાં આવ્યું હતું, જેથી મગજ
લોહીનો પ્રવાહ જાણી શકાય છે. સંશોધકોએ શોધી કાઢયો કે ટાઇ-પહેરનાર લોકોના મગજમાં અન્ય જૂથની સરખામણીએ સરેરાશ 7.5 ટકા ઓછો રક્ત પ્રવાહ હતો. વૈજ્ઞાનિકોને લોહીનો પ્રવાહ ઓછો થયો છે કેરોટિડ ધમનીઓના સંકુચિતતાને આભારી છે, જે ટાઇના દબાણમાં હૃદયમાંથી લોહીને દૂર લઈ જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

High Protein Foods : ઈંડા નથી ખાતા તો આ 5 હાઈ પ્રોટીન ફુડ્સને ડાયેટમા કરો સામેલ