આપણા રસોડામાં મળતી હળદર ખાવાનો સ્વાદ અને રંગ તો વધારે છે પરંતુ તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. હા, હળદર ત્વચાને નિખારવા ઉપરાત રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાને કારણે તમારે હાર્ટ એટેકથી લઈને સ્ટ્રોક જેવી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. વધતું કોલેસ્ટ્રોલ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.
હળદરમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ અને કર્ક્યુમિન નામના પોષક તત્વો જોવા મળે છે, જે બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે. આ પોષક તત્વો તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. હળદર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને તમારા હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. આવો અમે તમને જણાવીએ કે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે હળદરની ચા કેવી રીતે બનાવી શકાય અને તેનું સેવન કરવું.
આ રીતે બનાવો હળદરની ચા
હળદરને કઠોળ, શાકભાજી, સૂપ અને દહીંમાં ઉમેરીને ખાઈ શકાય છે. પરંતુ હળદરની ચા પીવી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હળદરની ચા બનાવવા માટે કાચી હળદરના ટુકડાને ગરમ પાણીમાં મિક્સ કરો. જ્યારે પાણીમાં હળદરનો રંગ નીકળી જાય ત્યારે તેમાં કાળા મરી અને તજનો પાવડર નાખો. પાણી બરાબર ઉકળે એટલે તેને ગાળી લો અને હવે તેમાં મધ નાખો. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તેને પી શકાય છે. કોલેસ્ટ્રોલ ઉપરાંત હળદરની ચા રોગપ્રતિકારક શક્તિ વધારે છે, વજન ઘટાડવામાં મદદરૂપ છે, તેમાં રહેલા પોષક તત્વો મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. હળદરની ચા પીવાથી કેલરી ઝડપથી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપરાંત સાંધાના દુખાવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. સવારે આ ચા પીવાથી શરીરને એનર્જી પણ મળશે.