Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Heart Attack થી બચવુ છે તો સવારે ન કરશો આ 3 કામ, નહી તો દિલ પર થઈ શકે છે ખતરો

Heart Attack થી બચવુ છે તો સવારે ન કરશો આ 3 કામ, નહી તો દિલ પર થઈ શકે છે ખતરો
, મંગળવાર, 28 નવેમ્બર 2023 (15:21 IST)
To Avoid Ris of Heart Attack - શિયાળામાં હાર્ટ અટેક આવવાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. શિયાળામાં હાર્ટ અટેકથી કેવી રીતે બચી શકાય છે એ માટે જરૂરી છે કે તમે કેટલીક વાતોનુ ધ્યાન રાખો. હાર્ટ અટેકથી બચવા માટે તમારે રોજ શુ ખાવુ જોઈએ અને કંઈ વસ્તુઓથી બચવુ જોઈએ એ જાણવુ ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે શિયાળાને કારણે નસો સંકોચાઈ ગઈ છે. આવામાં હાર્ટને બ્લડને પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેથી શિયાળામાં સવારે ઉઠતા જ અનેક વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. સવારે ઉઠતા જ શુ કામ કરવુ જોઈએ અને શુ નહી  એ તમને ખબર હોવી જોઈ. આ સાથે જ  હાર્ટ એટેકથી બચવા કંઈ એક્સરસાઈજ કરવી જોઈએ અને કેટલી વાર સુધી કરવી જોઈએ એ જાણવુ પણ જરૂરી છે. 
 
 
હાર્ટ એટેકથી બચવુ છે તો સવારે ઉઠતા જ ન કરો આ 3 કામ 
 
વધુ પાણી ન પીવુ જોઈએ - શિયાળાની ઋતુમાં હાર્ટને હેલ્ધી રાખવુ સૌથી વધુ જરૂરી છે. કેટલાક લોકો સવારે ઉઠતા જ 1-2 બોટલ પાણી પી જાય છે જે દિલના રોગીઓ માટે ઠીક નથી. તમારે સવારે ઉઠતા જ વધુ માત્રામાં લિકવિટ ન પીવુ જોઈએ. તેનુ કારણ એ છે કે સવારના સમયે શરી ઠંડુ હોય છે. બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લો હોય છે. આવામાં હાર્ટને લોહીને પંપ કરવામાં મહેનત કરવી પડે છે. જો તમે વધુ લિકવિડ પી લો છો તો હાર્ટને વધુ મહેનત કરવી પડે છે. તેથે સવારે ફક્ત 1 ગ્લાસ પાણી પીવુ પુરતુ છે. ઠંડુ પાણી બિલકુલ ન પીશો. કુણુ કે સાધારણ ગરમ પાણીનુ જ સેવન કરો. 
 
જલ્દી ઉઠીને એક્સરસાઈજ ન કરવી જોઈએ - કસરત કરવી આરોગ્ય માટે લાભકારી હોય છે. ડોક્ટર્સનુ કહેવુ છે કે સવારનો સમય એક્સરસાઈઝ કરવા માટે શ્રેષ્ઠ હોય છે.  પણ હાર્ટ કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીને શિયાળામાં ખૂબ સવારે ઉઠીને હેવી એક્સરસાઈઝ કરવાથી બચવુ  જોઈએ. તેનાથી દિલ પર દબાણ બને છે. કેટલાક લોકોની ટેવ હોય છે 4-5 વાગે ઉઠીને વ્યાયામ કરવા લાગે છે કે શિયાળામાં વૉક પર નીકળી જાય છે. આ ટેવ હાર્ટ અટેકના સંકટને વધારી શકે છે. તમે 7-8 વાગ્યે હળવો વ્યાયામ કરીને દિવસની શરૂઆત કરો. જેનાથી શરીરનુ લોહી ધીરે ધીરે ગરમ થવા લાગ્યુ. 
 
સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવાથી બચવુ જોઈએ - કેટલાક લોકોની ટેવ હોય છે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવાની. જો તમે હાર્ટના દર્દી છો તો તમને શિયાળામાં સવારે ઉઠતા જ ન્હાવાથી બચવુ જોઈએ. સવારે જલ્દી ઠંડા પાણીથી ન્હાવુ હાર્ટ માટે ખતરનાક થઈ શકે છે. જો તમે સવારે સ્નાન કરી રહ્યા છો તો કુણા પાણીથી જ સ્નાન કરવુ જોઈએ. ઉઠતા જ સ્નાન કરવા જશો નહી. સવારે ઉઠવાના અડધો કલાક કે એક કલાક પછી જ ન્હાવુ જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jyotiba Phule Jayanti 2023 : મહિલાઓના વિરૂદ્ધ ફેલાયેલી કુરીતીઓને દૂર કરનારા જ્યોતિબા ફુલેના સુવિચાર