ઘરમાં રહેવા દરમિયાન ઘણા લોકો પોતાની વધુ ખાવાની ટેવથી પરેશાન થઈ રહ્યા છે. ઘણા લોકો લોકોડાઉન સંબંધિત ચિંતાઓને ટાળવા માટે પોતાને વ્યસ્ત રાખવા માગે છે અને આને કારણે, તેઓ દરેક સમયે કંઇક ન્ર કંઈક ખાતા રહે છે. મનોવૈજ્ઞાનિકોનું કહેવુ છે કે એકલતા અથવા કોઈપણ ભયથી બચવા માટે, લોકો સ્વાદિષ્ટ ખોરાકમાં પોતાની ખુશીઓ શોધે છે. . ડાયેટિશિયન્સ કહે છે કે ક્વોરેન્ટાઇન સમયે જન્મી રહેલી આવી ટેવો લોકોનું વજન અચાનક વધારી શકે છે, જેનાથી તેમને અનેક શારીરિક સમસ્યાઓ ઉભી થશે.
ભોજન વચ્ચે અંતર રાખો
મોટેભાગે, કુટુંબના સભ્યો તેમના બાળકો પ્રત્યેના પ્રેમને કારણે તેમને ખાતા પીતા ટોકતા નથી, જો તમે વયસ્ક છો તો તમારી ખાવાની ટેવ પર નજર રાખો. સાથે જ જો તમે માતાપિતા છો, તો તમારા બાળકોના ખોરાક પર ધ્યાન આપો અને તેમને સમજાવો. ડાયેટિશિયન્સ સલાહ આપે છે કે તમારા અને બાળકોના ખોરાકનો ચાર્ટ બનાવો. નિયત સમયે જ ખાવ અને બે ભોજન વચ્ચે અંતર રાખો. ફરસાણ, બિસ્કીટ વારંવાર ન ખાશો અને આ આહાર ચાર્ટનુ ઈમાનદાથીરી પાલન કરો.
ઓછા સંસાઘનોમાં જીવતા શીખવાડો
લોકડાઉનના આ સમયમાં દેશ અને દુનિયામાં ઘણા લોકો એવા છે જેમને જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે સઘર્ષ કરવો પડી રહ્યો છે. તમારા બાળકોને આવા લોકો વિશે જણાવો કે જેથી તેઓ ભોજનનું મહત્વ સમજે. તેમને કહો કે જ્યારે આખી દુનિયાને એકબીજાના સાથની જરૂર છે ત્યારે આપણે ઓછામાં ઓછા સંસાધનમાં જીવીશું. આપણે ખાવા માટે જીવવાને બદલે જીવવા માટે ખાઈશું. જ્યારે તમે ઘરમાં આ વાતનું પાલન કરશો ત્યારે તમારા બાળકો પણ ખુદને જવાબદાર અનુભવશે.
રમત ગમ્મતમાં કસરત કરાવો
તમારા બાળકોને શારીરિક રીતે ઘરમાં સક્રિય રાખવા માટ જરૂરી છે કે તેઓ દરરોજ એટલુ જ રમે જેટલુ તેઓ શાળા અને પાર્કમાં રોજ રમતા હતા. . આ માટે, તમારા ઘરના બધા સભ્યોની મદદ લો. દરેક વ્યક્તિ સાથે બેસીને આવી રમતો રમો જેમાં દરેકની કસરત થાય. આ રીતે તમારો સમય પણ પસાર થઈ જશે અને બાળકો જે પણ ખાય છે તે પચશે. બાળકોના રમકડાંને ચેપ મુક્ત રાખવા જરૂરી છે, જેના માટે ગરમ પાણીનો ઉપયોગ કરો.
બાળકોના વ્યવ્હાર પર નજર રાખવી જરૂરી
બાળકો અને તેમના વર્તન પર નજર રાખો જેથી ચિંતાના લક્ષણો અવગણવામાં ન આવે. સાથે જ એવુ પણ ન થાય કે બાળક કલાકો સુધી ટેલિવિઝન જોતા જોતા ખાતુ રહે અથવા રમતમાં ખાવુ જ ભૂલી જાય. તેમના મીડિયા સમય પર પણ નજર રાખો. જો તમારા બાળકોમાં ચિડચિડા થઈ ગયા હોય અથવા ઓછી ઉંઘ લેતા હોય તો સાવધ રહો. બાળકોને કહો કે શાળા ખુલશે ત્યારે તેમના પર અભ્યાસનો વધુ ભાર નહીં પડે. આ સમય તેમને અલગ ન લાગે એ માટે તેમને એક ચોક્કસ રૂટીનમાં રાખો. અને રૂટિનનો અમલ કરવામાં તેમના રોલ મોડેલ બનો.
ચિંતાથી વધશે વજન
જ્યારે આપણે ચિંતા કરીએ છીએ, ત્યારે શરીરમાં સ્ટેરોઇડ હોર્મોન 'કોર્ટિસોલ' નું પ્રમાણ વધે છે, જે પેટમાં વસામાં વધારો કરે છે. આ રીતે શરીરનું વજન અનિયંત્રિત રીતે વધવાનું શરૂ થાય છે. આવા સમયે જો શરીર પાસેથી વધુ કામ ન કરાવવામાં આવે તો શરીરની કેલરી પણ બર્ન થતી નથી જેના કારણે વજન વધે છે.
આ વસ્તુઓનુ કરો સેવન
ગાજર: તે ફાઇબરથી ભરપૂર છે જે પાચક શક્તિને વધારે છે અને વજનને નિયંત્રણમાં રાખે છે.
બીટરૂટ: તેમાં વજન ઘટાડવાના રેસા પણ હોય છે. તેના કચુંબર અથવા જ્યુસથી ભૂખ ઓછી લાગે છે.
તજ - ન્યુટ્રીસન્સ સાયંસ અને વિટમિનોલોજીની રિપોર્ટ મુજબ તજનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું થશે.
મેથીના દાણા: તે શરીરની મેટાબોલિજ્મ સિસ્ટમ સુધારે છે અને ખાવાની ઈચ્છા ઘટાડે છે.
જામફળ: ફાઈબરથી ભરપુર જામફળ તમારી પાચન શક્તિને મજબુત કરે છે અને વજન ઘટાડવા માટે મદદ કરે છે.
પીએમ મોદીનો દેશને નામ સંદેશ
રવિવારે રાત્રે ઘરમાં અંધારુ કરીને પ્રકાશનો સંદેશ ફેલાવો
કોઈપણ એક વસ્તુ લઈને ઘરની બાલ્કનીમાં 9 મિનિટ ઉભા રહેવુ
દિવાળી કરતા પણ વધુ અદ્દભૂત દ્રશ્ય જોવા