Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શુ તમે જાણો છો આવી વિચિત્ર ટિપ્સથી પણ વજન ઓછુ થાય છે ? જાણો તેના વિશે

શુ તમે જાણો છો આવી વિચિત્ર ટિપ્સથી પણ વજન ઓછુ થાય છે ? જાણો તેના વિશે
, બુધવાર, 5 એપ્રિલ 2017 (17:21 IST)
ગરમી શરૂ થઈ ચુકી છે અને હવે સારી સ્ટાઈલિશ ડ્રેસેસ બહાર આવવા લાગી છે. શરદીમાં જો વજન વધી ગયુ હતુ. તેનાથી છુટકારો મેળવવા અને ફિટ રહેવા માટે ઘણી બધી મહિલાઓએ જીમની મેંબરશિપ પણ રિન્યૂલ કરાવી લીધી હતી. તો કેટલીક મહિલાઓએ સ્લિમ દેખાવ માટે ઓઈલ ફ્રી, ઓછુ સ્પાઈસી અને હેલ્ધી ફૂડ ખાવાનુ પણ શરૂ કરી દીધુ હશે.  પણ તમે ચાહો તો તમારો ફિટનેસ મંત્ર ખુદ જ તૈયાર કરી કેટલીક વિચિત્ર ટિપ્સ અપનાવીને પણ વજન ઓછુ કરી શકો છો. 
 
- ફુદીના કેળા અને સફરજનને સૂંઘો 
 
શુ તમે જાણો છો કે હેલ્ધી ફ્રૂટને સૂંધવાથી જ પેટ ભરાય જાય છે. તમે ચાહો તો એકવાર એક્સપેરિમેંટ કરીને જોઈ શકો છો. તમે ફુદીના, કેળા અને સફરજનની ગંધને જેટલુ વધુ સૂંઘશો તમને એટલી જ ભૂખ ઓછી લાગશે. 
 
- મિરર સામે બેસીને જમો 
 
જમતી વખતે જો મિરર સામે બેસશો તો દેખીતુ છે કે ખુદને પણ જોઈ શકશો. તેનાથી તમને ખુદ જ અનુભવ થશે કે હકીકતમાં 
 
તમારે કેટલુ ખાવુ જોઈએ અને આ રીતે તમે ટૂંક જ સમયમાં ખુદ પર કંટ્રોલ પણ કરી લેશો. 
 
 
- ખુદના ખાવાના ફોટા લો 
 
જમતી વખતે એક ફોટો તમારે માટે જરૂર ખેંચવો જોઈએ અને પછી નવરાશની ક્ષણોમાં તેને જરૂર જુઓ. તમે પોતે જ જાણી જશો કે 
 
તમે જે ખાઈ રહ્યા છો તે હેલ્ધી ફૂડ છે કે નહી કે પછી તમારી બોડીને તેની જરૂર છે કે નહી... 
 
 
- રિલેશનશિપમાં આવો 
 
આ તમને અટપટુ જરૂર લાગશે પણ જ્યારે તમે કોઈના પ્રેમમા હોય તો ખુદ જ હેલ્થ કોંશિયસ થઈ જાવ છો અને ખુદને ફિટ રાખવા 
 
માટે સૌ પહેલા તમને ફૂડ પર કંટ્રોલ કરો છો પછી તમે બીજી વસ્તુઓ તરફ ધ્યાન આપીને તમારા વધતા વજનને ઓછુ કરી લો 
 
છો. 
 
- સોશિયલ મીડિયા પર રહો એક્ટિવ 
 
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા લોકો મિત્રોની પ્રોફાઈલ ચેક આઉટ કરવામાં અને ખુદ માટે નવા પિક્ચર્સ અપલોડ કરવામાં 
 
એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને સમયનો અંદાજ રહેતો નથી અને એ સમયે તેમને ભૂખ પણ ઓછી લાગે છે. 
 
 
- બ્લૂ ઈફેક્ટ 
 
જ્યારે તમારા હોલનો કલર બ્લૂ હોય છે કે પછી ત્યા લાગેલી કે લાઈટનો કલર બ્લૂ હોય છે તો તમે ખાવાનુ ઓછુ ખાવ છો કારણ કે બ્લૂ લાઈટમાં ખાવાનુ જોતા ઓછુ સારુ લાગે છે. તો તમે ચાહો તો ઘરમાં બ્લૂ પ્લેટ અને ક્રોકરી પણ લાવી શકે છે, જેથી તમારું ખાવામાં ઓછુ મન લાગે અને તમે તમારુ વજન સહેલાઈથી ઘટાડી શકો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગરમીમાં જમવાનો સ્વાદ વધારે કેરીની ચટણી