Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સારી ઊંઘ જોઈતી હોય તો દવા નહી આ ઉપાય અજમાવો

સારી ઊંઘ જોઈતી હોય તો દવા નહી આ ઉપાય અજમાવો
, બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (11:34 IST)
સારી ઉંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો ભરપૂર ઉંઘ ન લેવામાં આવે તો શરીર સ્ફૂર્તિલુ નથી રહેતુ. આખો દિવસ માથાનો દુખાવો, બીપી કે થાક જેવી મુશ્કેલી થઈ શકે છે.  આનુ અન્ય ઘણા કારણો હોઈ શકે છે. ખાવા પીવામાં અનિમિતતા, કામમાં વ્યસ્ત રહેવુ કે પછી માનસિક પરેશાની પણ હોઈ શકે છે.  અનેક વાર તો ઉંઘની દવાઓ ખાવાથી પણ આરોગ્યને ખૂબ નુકશાન થઈ શકે છે. જો તમને સારી ઉંઘ નથી આવી રહી તો અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જેને અપનાવીને તમે ભરપૂર ઉંઘ લઈ શકો છો. 
 
ઘરેલુ ઉપચાર 
 
1.  રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલથી માલિશ કરો. તેનાથી સારી ઉંઘ આવશે 
2. ઉંઘ નથી આવી રહી તો થોડીવાર માટે તમારી પસંદનુ મ્યુઝિક સાંભળો કે પછી પુસ્તક વાંચો 
3. રાત્રે ક હા કે કોફી ન પીશો. તેનાથી મગજની શિરાઓ ઉત્તેજીત થઈ જાય છે અને ઉંઘ નથી આવતી. 
4. સૂતા પહેલા પગને હળવા ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે ડુબાડી રાખો. 
5. સારી ઉંઘ માટે શવાસન, વજ્રાસન, ભ્રામરી પ્રાણાયમ એવા આસન છે જેને નિયમિત કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જાય છે. 
6. રાત્રે ગરમ દૂધનુ સેવન કરો અને તનાવથી મુક્ત રહો. 
7. અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુલેઠી, આમળા, જટામાસી, ખુરાસાની, અજમો આ બધાને 50 50 ગ્રામ લઈને ઝીણું ચૂરણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા 5 ગ્રામ  ચૂરણ દૂધ સાથે લો.  એક અઠવાડિયામાં આની અસર દેખાશે અને તમને ઊંઘ આવશે. 
8. સલાદ સાથે કાચી ડુંગળી ખાવ કે પછી ડુંગળીને સેકીને તેને વાટીને તેનો રસ કાઢી લો અને બે મોટી ચમચી રસ રોજ પીવો. તેનાથી ઉંઘ ન આવવાની ફરિયાદ દૂર થઈ જાય છે. 
9. ગળ્યા પદાર્થો ઉંઘ લાવવામાં સહાયક હોય છે. રોજ રાત્રે સૂતા પહેલા પચાસ ગ્રામ ગોળ કે કોઈ મીઠી વસ્તુ ખાવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થઈ જાય છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ. 
10. સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સુવુ ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો જોઈએ.  તેનાથી તમે આરામથી સૂઈ શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Try this : આટલા ઉપયોગી ઉપાયો અજમાવી જુઓ...