જાડાપણુ આજકાલ લોકોની સામાન્ય સમસ્યા છે. ખોટા ખાન-પાન અને લાઈફસ્ટાઈલને કારણે તે જાડાપણાનો શિકાર થઈ જાય છે. આ ઉપરાંત સવારે કરવામાં આવેલી કેટલીક ભૂલોથી લોકોના શરીરનુ મૈટાબોલિજ્મ ધીરે કામ કરવા માંડે છે જે જાડાપણાનુ મેન કારણ છે. તેનાથી વજન વધવા ઉપરાંત શરીરમાં અનેક બીમારીઓ લાગી જાય છે. આવામાં ડાયેટિંગ ઉપરાંત તમારી દિનચર્યામાં કેટલાક ફેરફાર કરીને જાડાપણું ઓછુ કરી શકાય છે. આવો જાણો સવારે કરવામાં આવેલ કેટલીક ભૂલોને કારણે વજન વધે છે.
1. ઉંઘ ઓછી લેવી - રાત્રે ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. પણ આ ભાગદોડ ભરેલ જીવનમાં લોકો પાસે ભરપૂર ઉંઘ લેવાનો પણ સમય નથી હોતો.. રોજ ઓછી ઊંઘ લેવાને કારણે શરીરમાં વજન વધારનારા હાર્મોન્સનું લેવલ વધી જાય છે. જેનાથી શરીર જાડાપણાનો શિકાર થઈ જાય છે.
2. સવારે પાણી ન પીવુ - અનેક લોકો સવારે ઉઠતા જ બેડ ટી પીવે છે અને પાણી પીતા નથી. ખાલી પેટ પાણી ન પીવાને કારણે પેટ સ્વચ્છ નથી થતુ જેનાથી વજન વધે છે. આવામાં સવારે ઉઠતા જ 1 ગ્લાસ પાણી જરૂર પીવુ જોઈએ. તેનાથી શરીરના ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે અને મૈટાબૉલિજ્મ પણ ઝડપી થાય છે.
3. સમય પર નાસ્તો ન કરવો - અનેક લોકો સવારે સમય ન હોવાને કારણે બ્રેકફાસ્ટ નથી કરતા કે મોડા કરે છે. તેનાથી રાત્રે જમવુ અને નાસ્તામાં ખૂબ લાંબો ગેપ પડી જાય છે જેનાથી શરીરનુ મૈટાબૉલિજ્મ ઓછુ થઈ જાય છે અને વજન વધવા માંડે છે.
4. પ્રોટીનની કમી - શરીરમાં પ્રોટીનની કમી થતા પણ મૈટાબૉલિજ્મ બગડી જાય છે અને વજન વધવા માંડે છે. આવામાં તમારા આહારમાં દૂધ, દહી, પનીર અને ઈંડા જરૂર સામેલ કરો.
5. એક્સરસાઈઝ ન કરવી - વજન વધવાનુ સૌથી મોટુ કારણ એક્સરસાઈઝ ન કરવી છે. તેનાથી શરીરની કૈલોરી બર્ન થતી નથી અને ધીરે ધીરે શરીર જાડાપણાનો ભોગ બને છે. એ માટે રોજ દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક કસરત જરૂર કરો.