Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાથ ધોવાના ફાયદા: દુનિયાની કોઈ પણ બિમારીથી બચાવી શકે છે આપણી વારંવાર હાથ ધોવાની ટેવ

Hand Wash
, સોમવાર, 27 ડિસેમ્બર 2021 (12:36 IST)
હાથ ધોવાના ફાયદા
કોરોના સામે લડતાં લડતાં જનજીવન પુનઃ ધબકતું થયુ છે એવા સમયે આપણે કેવો ખોરાક ખાઈએ છીએ અને શું કાળજી રાખવી જોઈએ એ બાબત ખુબ જ મહત્વનું બની જાય છે. એક અભ્યાસ મુજબ આપણી એક સામાન્ય આદત દુનિયાની કોઈ પણ બિમારીથી આપણને બચાવી શકે છે અને એ આદત છે વારંવાર હાથ ધોવાની. ત્યારે હવે કોરોના સામે લડવા માટે પણ વારંવાર હાથ ધોવાની આદત કેળવવી આપણા સૌ માટે અનિવાર્ય બની જાય છે.
Hand Wash
આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક પોષણયુક્ત છે કે નહીં, સ્વચ્છ છે કે નહીં, બૅક્ટેરિયા, વાઇરસ કે બીજાં જંતુઓથી મુક્ત છે કે નહીં, કેમિકલ્સ કે ઝેરી તત્વોથી મુક્ત છે કે નહીં એ જોવું અને જાણવું ખૂબ જ જરૂરી છે. જો ખોરાક શુદ્ધ હશે તો જ વ્યક્તિનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. ખોરાક જ્યારે અશુદ્ધ હોય, ભેળસેળયુક્ત હોય, સ્વચ્છ અને તાજો ન હોય ત્યારે વ્યક્તિને સામાન્ય ઝાડા-ઊલટીથી લઈને કૅન્સર સુધીની બીમારીઓ થઈ શકે છે. ખોરાક દ્વારા જે રોગો થાય છે એને ત્રણ ભાગોમાં વિભાજીત કરી શકાય છે. જેમાં બૅક્ટેરિયાથી થતા રોગો, વાઇરસથી થતા રોગો અને પૅરૅસાઇટ એટલે કે જંતુથી થતા રોગોનો સમાવેશ થાય છે.
Hand Wash
ફેક્ટ ફાઇલ
- અસ્વચ્છતાના કારણે વિશ્વભરમાં દર વર્ષે 35 લાખ બાળકો પાંચમો જન્મ દિવસ ઉજવ્યા વગર જ પ્રભુને પ્યારા થઇ જાય છે.
- ઇંગ્લેન્ડમાં 50 ટકા મહિલા બાળકના ઝાડો વિ. સાફ કર્યા બાદ સાબુથી હાથ ધોતી નથી.
- 2005ના વર્ષથી ન્યૂયોર્કની હોસ્પિટલોમાં ડોકટરોએ સાબુથી હાથ ધોવાના અભિયાનનો આરંભ કર્યો હતો.
- ગરીબ ગણાતા યુગાન્ડા દેશમાં 95 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં સાબુનો નિયમિત ઉપયોગ થાય છે.
- આ અંગે વિશષ માહિતી ગ્લોબલહેન્ડવોશિંગડે વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

કોરોના વાયરસના કારણે આ સમયે દુનિયામાં હડકંપ મચાવી રાખ્યુ છે. આ વૈશ્વિક મહામારીથી હજારો લોકોના જીવ લઈ રહી છે. હાથને ધોતા રહેવું તેનાથી બચાવનો સૌથી પ્રભાવી તરીકો જણાવી રહ્યા છે. પણ કેટલાક દેશ એવા છે જ્યાં હાથ ધોવું લોકોની ટેવમાં નથી 
કોરોનાથી બચાવ માટે હાથ ધોવું જરૂરી છે. 
કોરોના સંકટના સિવાય આખી દુનિયાના ઘણા દેશ એક અને સંકટથી ઝઝૂમી રહ્યા છે. જી હા આ સંકટ છે પાણીની ઉણપનો વિશ્વ સ્વાસ્થય સંગઠનએ કોરોના વાયરસના સંકટથી સમયે વાર-વાર હાથ ધોવાને સૌથી જરૂરી પગલા જણાવ્યા છે. પણ દુનિયાભરના ઘણા દેશ પાબીની ઉણપથી ઝઝૂમી રહ્યા છે. ક્લાઈમેટ ટ્રેંડ્સના વિશ્લેશણમાં તેને વાટર સ્ટ્રેસ કે જળ તનાવ કહ્યુ છે. 
હાથ ધોવું સંસ્કૃતિ કે ટેવ શામેલ નથી 
જે દેશોના લોકોમાં હેંડ વાશ કે હાથ ધોવું તેમની સંસ્કૃતિ કે ટેવ શામે નથી. તે પોતાને કોવિડ 19ને નિમંત્રણ આપવાના જોખમ ઉઠાવી રહ્ય છે. આ વાત  યૂનિવર્સિટી ઑફ બર્ઘિમનના શોધકર્તાએ એક અભ્યાસના આધાર પર કહ્યુ છે. 
અભ્યાસમાં કહ્યુ છે કે ચીનમાં 77 ટકા લોકો એવા છે જેમાં શૌચાલયનો ઉપયોગ કર્યા પછી પોતે હાથ ધોવાની ટેવ નહી છે. જાપાનમાં 70 ટકા, દક્ષિણ કોરિયામાં 61 ટકા અને નીદરલેંડમાં આ 50 ટકા છે. 
તેમન થાઈલેંડ અને કેન્યામાં 48 ટકા લોકો એવા છે જે ઓછા જ હાથ ધોવે છે. ઈટલીમાં 43 ટકા એવ લોકો છે. ભારતમાં 10મો નંબર છે અહીં 40 ટકા લોકો છે. બ્રિટેન અને અમેરિકામાં ક્રમશ 25 અને 23 ટકા એવા લોકો છે. એટલે અહીં વધારેપણુ કે આશરે 75 ટકા લોકો તેમના હાથ ધોવે છે. 
કયાં દેશમાં સૌથી વધારે હાથ ધોએ છે લોકો 
હાથ ધોવાની ટેવના કેસમાં સૌથી સારું દેશ છે સઉદી અરબ. જી હા અભ્યાસના મુજબ અહીં માત્ર અને માત્ર 3 ટકા લોકો એવા છે જે ટેવ મુજબ હાથ નહી ધોવે છે. ત્યારબાદ બોસ્નિયા, અલ્જીરિયા, લેબનાન અને પાપુઆ ન્યૂ ગિની પણ એવા દેશ છે.
20 સેકંડ સુધી સાબુથી હાથ શા માટે ધોવું જોઈએ
કોવિડ 19ના પ્રકોપના વચ્ચે કહી રહ્યુ છે કે ઓછામાં ઓછા 20 સેકંડ સુધી સાબુથી હાથ ધોવું. સવાલ આ છે કે આખરે આ આટલા જરૂરી શા માટે છે. તેનો જવાબ છે કે સાબુથી હાથ ધોવા પર કોવિડ 19 વાયરસના મૉલીક્યૂલ તૂટી જાય છે. 
આ વિશે બર્ઘિમન લૉ શાળાના ખારલામોવ કહે છે કે સમય જણાવશે કે કોવિડ 19ની પડકાર શું આખા વિશ્વમાં હાથ ધોવાની ટેવ કે હેંદ વૉશિંગની સંસ્કૃતિને વધારવામાં કોઈ મદદ કરશે કે નહી. પણ આંકડા કહે છે કે આ હાથ ધોવાની સંસ્કૃતિ અને વાયરસના સંપર્કમાં આવવાથી બચાવમાં ખૂબ હદ સુધી સીધો સંબંધ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hair Care Tips- શિયાળામાં વાળને હેલ્દી બનાવી રાખવા માટે અજમાવો આ ઘરેલૂ ઉપચાર