Ringworm - ચોમાસામાં થતા આ રોગા થતા કરો આ ઘરેલુ ઉપચાર
Ringworm (દાદર) -ચોમાસામાં ત્વચા આ એક પ્રકારનું સ્કિન ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે. તે ત્વચા પર લાલ ફોલ્લીઓ જેવું લાગે છે. તેને દાદર કહીએ છે. દાદર પગ, કમર દાઢી અથવા અંડરઆર્મસ પર થઈ શકે છે.
દાદર અર્થાત્ દાદ(જેને અંગ્રેજીમાં રિંગવોર્મ કહે છે) તે એક ચામડીનો રોગ છે. ફંગલ ઇન્ફેક્શનને કારણે આ રોગ થાય છે. દાદર વ્યક્તિની હથેળીઓ, એડીઓ, ખોપડી, દાઢી તથા શરીરના કોઇપણ ભાગમાં થઇ શકે છે. દાદર શરીરના જે ભાગ પર થાય છે તે ભાગ પર ખંજવાળ આવ્યા કરે છે અને જ્યારે વ્યક્તિ તે ભાગને ખંજવાળવા લાગે છે ત્યારે તે શરીરની ચામડીમાં વધુ ફેલાય છે. ભીનાશ, નમી અને ભીડ-ભાડવાળી જગ્યાઓએ રહેવાથી આ વધુ ફેલાય છે. તેમજ દાદરથી પીડાતી કોઇ વ્યક્તિનો સામાન વાપરવાથી પણ આ રોગ થઇ શકે છે. જો તમે તેનો કાંસકો, ટુવાલ કે પથારીનો પ્રયોગ કરી દીધો તો દાદર તમારા સુધી સરળતાથી પહોંચી જશે.
દાદરના લક્ષણો -
- ત્વચા પર લાલ ફોલ્લીઓ જેવું લાગે છે
- જ્યારે શરીર પર લાલ રંગના ધબ્બા, ખંજવાળ કે સોજો દેખાવા લાગે તો ઝડપથી ડૉક્ટરને બતાવા પહોંચી જજો કારણ કે આ દાદરના લક્ષણો હોઇ શકે છે. ઘણીવાર આના ડાઘા ગોળ આકારના હોય છે જેને સરળતાથી ઓળખી શકાય છે.
- હંમેશા દાદર નાના બાળકોને વધુ થાય છે માટે જો તેમના શરીર પર કોઇ લાલ રંગનો ધબ્બો કે ડાઘો જુઓ તો તુરંત તેને ડૉક્ટર પાસે લઇ જજો.
- જો આ રોગ હાથ પર થાય તો હાથ ફૂલી જાય છે ત્વચા પર બહુ ખંજવાળ આવે છે અને તેના પર પરત બની જાય છે
દાદર થવાના કારણો
વધુ પડતું મીઠું, દહીં, કેળા, ગોળ, મગફળી અને દિવસની ઊંઘ આ રોગને નોતરે છે. અસ્વચ્છતા સતત હાથ-પગ ભીના રહેવા તેને ધુળ લાગવી અને દિવસો સુધી ન નહાવાથી આ તકલીફ થાય છે.
ઉપચાર -
- ટેલિવિઝન પર દાદરને લઇને અનેક પ્રચારો કરવામાં આવે છે, પણ ક્યારેય જાતે જ આવી કોઇ ક્રીમ કે દવા ન ખરીદવી. હંમેશા ડૉક્ટર કે કેમિસ્ટની સલાહ લેવી જોઇએ.
- દાદરથી પીડિત રોગીનો ઇલાજ કરવા માટે સૌથી પહેલા દાદર વાળા ભાગ પર થોડીવાર સુધી ગરમ તથા થોડીવાર સુધી ઠંડો શેક કરી તેના પર ભીની માટીનો લેપ કરવો જોઇએ. આનાથી દાદરમાં ઝડપથી રાહત મળશે.
- રોગી વ્યક્તિને પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી દરરોજ ઓછામાં ઓછી 5 વખત આપવો અને સાદું ભોજન કરાવવું જોઇએ.
- ચેપ લાગેલી ત્વચાને હંમેશા સાફ રાખો અને એવી કોઇ વસ્તુ ન પહેરો જેનાથી આ ત્વચાને પરેશાની થાય.
- તમારી બેડ શીટ, કપડાં તથા રોજ પ્રયોગમાં લેવાતા સામાનોને સાફ રાખો.
- ઘરમાં જો પાલતુ જાનવર છે તો તેનાથી દૂર રહો. કારણ કે તે પોતાના શરીર પર ફંગસ લઇને ફરતા હોય છે.
- વાળમાં શેમ્પૂ કરો અને હંમેશા ચંપલ પહેરો. કોઇનો ટુવાલ, કાંસકો કે કપડાં ન વાપરો. આનાથી સરળતાથી ઇન્ફેક્શન ફેલાઇ શકે છે.